Friday, December 3, 2021
Homeસુરતમાં યુવાને માતાના મોતની ખોટી વાતો ફેલાવી અગ્નિસ્નાન કરી લીધું
Array

સુરતમાં યુવાને માતાના મોતની ખોટી વાતો ફેલાવી અગ્નિસ્નાન કરી લીધું

સુરતઃ  લિંબાયત વિસ્તારમાં માતાના મોતનીખોટી વાતો ફલેવનાર યુવાન પુત્રે ગઈ કાલે રાત્રે અગ્નિસ્નાન કરી જીવન ટુંકાવ્યું હતું. જોકે, માનસિક બિમારીના લીધે યુવાને આવી હરકત કરી આ પગલું ભર્યું હોવાની શક્યતા પરિવારે દર્શાવી હતી.

સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર, લિંબાયત વિસ્તારમાં રહેતો 28 વર્ષીય યુવાને ગઈ કાલે રાત્રે ઘરમાં રહસ્યમય સંજોગોમાં દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવતા મૃત જાહેર કરાયો હતો. સંજયના પરિવારે જણાવ્યું હતું કે, સંજય કેટલાક સમયથી માનસિક બિમારીથી પીડાતો હતો. જેના કારણે દારૂ પણ પીતો હતો. બે દિવસ પહેલાં સંજય મુંડન કરાવ્યું હતું. અને સંબંધીઓને ખોટી વાતો કરતો હતો કે, માતાનું અવસાન થઈ ગયું છે. જેથી કેટલાક સંબંધીઓ તેના ઘરે પહોંચી ગયા હતા. પણ તેની માતાને હયાત જોઈને બધા ચોંકી ગયા હતા. જોકે, તેણે આવી ખોટી વાતો માનસિક બિમારીને લીધે કરી હોવાની શક્યતા છે. સજંય મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો વતની હતો. તે સંચાખાતામાં કામ કરતો હતો. વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments