Monday, January 24, 2022
Homeસુરતમાં યોજાનાર કાર્યક્રમમાં અક્ષયકુમાર, CM રૂપાણી હાજર રહેશે
Array

સુરતમાં યોજાનાર કાર્યક્રમમાં અક્ષયકુમાર, CM રૂપાણી હાજર રહેશે

સુરત: પુલવામા ખાતે શહીદ થયેલા આપણા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સુરતમાં 28મી ફેબ્રુઆરીના રોજ ‘ભારત કે વીર-એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બોલિવૂડના અભિનેતા અક્ષયકુમાર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેનાર છે.

ચેરીટી કાર્યક્રમનું આયોજન
આયોજન અંગે માહિતી આપતા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું ,કે માતૃભૂમિની રક્ષા કાજે જવાનો વિકટ પરિસ્થિમાં પણ સીમા પર અડગ રહીને ફરજ બજાવે છે. એટલું જ નહીં પણ માતૃભૂમિની રક્ષા માટે પ્રાણની આહૂતિ પણ આપી દે છે ત્યારે દેશવાસી તરીકે આપણી સૌની ફરજ બને છે કે સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલાથી આપણે સૌ વિચલિત છીએ. સાથે જ ભારત સરકાર પણ આ હુમલાનો અનેક રીતે જડબાતોડ જવાબ આપી રહી છે. ત્યારે શહીદ જવાનોના પરિવારોના સહાયતાર્થે સુરત ખાતે 28મી ફેબ્રુઆરીએ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ‘ભારત કે વીર-એક શામ શહીદો કે નામ’ ચેરીટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિશેષ બાબત એ છે કે  બોલિવૂડ અભિનેતા અક્ષયકુમાર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેનાર છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular