Tuesday, December 7, 2021
Homeસુરતમાં રમકડાંની લાલચે 5 વર્ષની બાળકીને 29 વર્ષના નરાધમે પીંખી નાંખી
Array

સુરતમાં રમકડાંની લાલચે 5 વર્ષની બાળકીને 29 વર્ષના નરાધમે પીંખી નાંખી

સુરત: પાંડેસરામાં 5 વર્ષની બાળકી પર પડોશમાં રહેતા 29 વર્ષીય યુવકે મોબાઈલમાં કાર્ટુન બતાવવા અને લાઈટવાળા રમકડા રમવાના બહાને બોલાવી ચાદર ઓઢાડીને બાળકી પર ઘરની બાલ્કનીમાં રેપ કર્યો હતો. ગભરાયેલી બાળકીએ ઘરે આ‌વીને રડવા લાગી હતી. જેથી માતાએ પૂછતાં પડોશીની ગંદી હરકતો સામે આવી હતી. ઘટના પછી પડોશી સંતોષ શ્રીરામ ગુપ્તા બાળકીની માતા પાસે આવી માફી માંગવા લાગ્યો હતો. પિતા નોકરીએ ગયા હોવાથી મોડીરાત્રે આવ્યા હતા.

બુધવારે પાંડેસરા પોલીસમાં બળાત્કારની ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે નરાધમની ધરપકડ કરી હતી. નરાધમ બાળકીને અવરનવર મોબાઈલમાં કાર્ટૂન બતાવતો હતો જેથી પરિવાર તેના પર વિશ્વાસ હતો. હાલમાં બાળકી સારવાર અર્થ નવી સિવિલમાં દાખલ કરી છે. આ ઘટના મંગળવારે રાત્રે 8 થી 8.30 વાગ્યાની વચ્ચે બની હતી. 29 વર્ષીય આરોપી સંતોષ મૂળ યુપીનો વતની છે અને પરિણીત છે. પાંડેસરા ઇન્ચાર્જ પીઆઈએ જણાવ્યું કે એરોપીના ધરપકડ કરી લેવાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments