Tuesday, January 18, 2022
Homeસુરતમાં રિંગરોડ વિસ્તારમાં સિક્યુરિટી જવાનની જાહેરમાં હત્યા
Array

સુરતમાં રિંગરોડ વિસ્તારમાં સિક્યુરિટી જવાનની જાહેરમાં હત્યા

સુરતઃ રિંગરોડ વિસ્તારમાં એક સિક્યુરિટી જવાનની જાહેરમાં હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં પડેલા સિક્યુરિટી જવાનના માથે ફટકો મારી પતાવી દેવાયો હોવાનું બહાર આવ્યું છે. જોકે, હત્યા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. હાલ પોલીસ આ બાબતે તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

બમરોલી રોડ ભીડભંજન નજીક સોનલ આવાસમાં રામઉજાગીર તિવારી પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં 5 સંતાન છે. અને સિક્યુરિટી કંપનીમાં છેલ્લી 7-8 મહિનાથી કામ કરતા હતા. 2-3 દિવસથી જ માર્કેટમાં ફરજ બજાવતા હતા. દરમિયાન ઘટના બનતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મોબાઈલ ગુમ હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની શંકા સેવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular