Tuesday, September 21, 2021
Homeસુરતમાં લિંબાયત ખાડીથી ત્રાસેલા રહિશોની ચૂંટણી બહિષ્કારની ચિમકી
Array

સુરતમાં લિંબાયત ખાડીથી ત્રાસેલા રહિશોની ચૂંટણી બહિષ્કારની ચિમકી

સુરતઃ લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં પ્રજાને મોટું પણ નહીં બતાવતા નેતાઓ વોટ માંગવા ઘરે ઘરે ફરત થઈ ગયા છે. ત્યારે ચૂંટણીને શસ્ત્ર બનાવીને સમસ્યાઓથી ત્રસ્ત પ્રજાએ ચૂંટણીના બહિષ્કારની ચિમકી આપવાનું શરૂ કરી દીધું છે. લિંબાયત ઝોનના ગોડાદરા વિસ્તારમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહિશોએ સોસાયટીના ગેટ પર કિસીભી રાજનૈતિક પ્રચાર કે લિયે સોસાયટી મેં પ્રેવશ બંધી હે, ખાડી કી સફાઈ ના હો, ખાડી પુરી તરહ સે બંધ ના હો તબ તક વોટ માંગને આની નહીં જેવા સુત્રો લખી બેનરો લગાવ્યા છે.

સોસાયટીમાં દુર્ગંધ ફેલાઈ

છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીમાં દુર્ગંધ ફેલાઈ છે. આ ખાડી બંધ કરાવવા માટે પાલિકામાં એનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. આંદોલન પણ કરવામાં આવ્યું હતું. જોકે, આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી રહિશોએ ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.

મોટા વરાછામાં પણ બહિષ્કારના બેનર લાગ્યા છે

મોટા વરાછા વિસ્તારના લોકોએ અધધ પાણી બીલના વિરોધમાં ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. અને ચૂંટણી પહેલાં પાણી બિલ માફ નહીં કરવામાં આવે તો મતદાનનો બહિષ્કાર કરવાના બેનરો લગાવ્યા છે. મોટા વરાછા, છાપરાભાઠા સહિતના વિસ્તારોમાં કોર્પોરેશને 24*7 યોજના હેઠળ પાણી મીટર દ્વારા આપવામાં આવી રહ્યું છે. જોકે, પાણીના વપરાશ કરતા મસમોટા બિલ આવતા હોવાથી ઘણા સમયથી રહિશો વિરોધ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments