Monday, September 27, 2021
Homeસુરતમાં વરાછા ગરનાળા પાસે ટ્રકના કારણે લોંખડની ગડર તૂટી જતાં એકને ગંભીર...
Array

સુરતમાં વરાછા ગરનાળા પાસે ટ્રકના કારણે લોંખડની ગડર તૂટી જતાં એકને ગંભીર ઈજા

સુરતઃવરાછા ખાંડબજાર ગરનાળાના છેડા પર લગાડેલી લોંખડની ગદરમાં હેવી માલવાહક ટેમ્પોના ચાલકે શુકવારે 11.40 વાગ્યે ઘુસાડી દેતા લોંખડની ગદર તૂટીને નીચે પડતા બાઈકનો ભૂક્કો બોલી ગયો હતો. જયારે ઝોમેટો સર્વિસ માં કામ કરતા એક યુવકને ગંભીર ઈજા થઈ હતી. જેને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ ઘટનાને કારણે વરાછા ખાંડબજારથી રેલવે સ્ટેશન તરફ આવવાનો ગરનાળાનો એક તરફનો ભાગ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને ટ્રાફિક પણ જામ થયો હતો. ઘટનાને પગલે સુરત મહાનગર પાલિકાના મેયર ડો.જગદીશ પટેલ પણ ત્યાં દોડી આવ્યા હતા. મોડીરાત્રે લોંખડની ગદરને હટાવવા માટે ક્રેન મંગાવીને ફાયરે કામગીરી હાથ ધરી હતી. હેવી વ્હીકલો ગરનાળામાંથી પ્રવેશ નહિ કરે તે માટે લોંખડની ગદર લગાડવામાં આવી હતી છતાં હેવી વ્હીકલ ત્યાંથી જવા માટે જતા આ અકસ્માત થયો હતો. આ ટેમ્પો મયુરેશ લોજીસ્ટ્રીકનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments