Monday, January 24, 2022
Homeસુરતમાં વિદ્યાર્થીઓને તિલક કરી, જ્યૂસ આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો
Array

સુરતમાં વિદ્યાર્થીઓને તિલક કરી, જ્યૂસ આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો

સુરતઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ -12ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આજથી શરૂ થઈ છે. સવારથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. અને સ્કૂલમાં તિલક અને જ્યૂસ આપી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ધોરણ 10ની પરીક્ષાના 54 કેન્દ્રો
ધોરણ 10ની પરીક્ષા માટે 6 ઝોન બનાવવામાં આવ્યા છે. જ્યારે 54 કેન્દ્રો પર 303 બિલ્ડિંગમાં કુલ 98563 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 12ની પરીક્ષા માટે 5 ઝોન બનાવવામાં આવ્યા છે. જેમાં સામાન્ય પ્રવાહની 50885 વિદ્યાર્થીઓની પરીક્ષા માટે 18 કેન્દ્રોમાં 152 બિલ્ડીંગ ફાળવવામાં આવી છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહના 17229 વિદ્યાર્થીઓ માટે 9 કેન્દ્રોમાં 71 બિલ્ડીંગ ફાળવવામાં આવી છે.
સીસીટીવીથી નજર રખાશે
પરીક્ષા કેન્દ્રોનું નિરીક્ષણ કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ પરીક્ષા ક્ન્દ્રોનું સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ કરવામાં આવશે. ત્યારબાદ તેની બોર્ડમાં ચકાસણી કરવામાં આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular