Tuesday, September 28, 2021
Homeસુરતમાં વેપારીના મોત બાદ રાત્રે જ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરી મૃતદેહ સોંપી...
Array

સુરતમાં વેપારીના મોત બાદ રાત્રે જ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરી મૃતદેહ સોંપી દેવાયો

સુરતઃ રિંગરોડ ખાતે માર્કેટમાં એક કાપડ વેપારીનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સ્મીમેરમાંથી રાત્રી પીએમ કરવાની મનાઈ ફરમાવતા રાત્રે જ સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા હતા. અને સિવિલ હોસ્પિટલ અને પોલીસ પર દબાણના કારણે રાત્રે જ પીએમ કરી મૃતદેહને પરિવારનો સોંપી દેવામાં આવ્યો હોવાની સિવિલમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારબાદ પરિવાર મૃતદેહને લઈને રાજસ્થાન રવાના થઈ ગયો છે.

સ્મીમેરમાં રાત્રી પીએમની મનાઈ

પરવત પાટીયા વિસ્તારમાં આવેલી શુભલક્ષ્મી રેસિડેન્સીમાં ડુંગરસિંગ માનસિંગ રાય (ઉ.વ.42) પરિવાર સાથે રહે છે. અને રિંગરોડ ખાતે આવેલી ગુડલક માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. ગત રોજ સાંજે દુકાનમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી ખાનગી વાહનમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. અને હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. સલાબતપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પીએમ માટે પોલીસે ઈન્કવેસ્ટ કરી સ્મીમેર હોસ્પિટલ મોકલ્યા હતા. જોકે, સ્મીમેર હોસ્પિટલમાંથી રાત્રી પીએમ કરવાની મનાઈ કરી દીધી હતી.

સિવિલ હોસ્પિટલમાં રાત્રી પીએમ થયું

સ્મીમેરમાંથી પીએમની મનાઈ કરતા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અને પોલિટિકલ અને પોલીસના ઉચ્ચ અધિકારી ઓની દખલગીરી બાદ અઠવા પોલીસે પીએમ માટે ઈન્કવેસ્ટ ભરી રાત્રે પીએમ કરવામાં આવ્યું હોવાની સિવિલ કેમ્પસ માં ચર્ચાઓ ચાલી રહી છે. કાપડ વેપારીને પીએમ માટે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ સામે કારોનો જમાવડો પણ જોવા મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે , એક્સિડેન્ટલ કેસ સિવાય કોઈ પણ કેસ માં રાત્રે પીએમ કરવામાં આવતું નથી. જોકે, રાત્રે દબાણ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments