Saturday, October 23, 2021
Homeસુરતમાં વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી જનાર યુવકનું સારવાર દરમિયાન મોત
Array

સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી જનાર યુવકનું સારવાર દરમિયાન મોત

સુરત: નાનપુરામાં રહેતા યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવકના મોત બાદ પરિવારે મૃતદેહ સ્વિકારવાનો ઈનકાર કરી ન્યાયની માંગ કરી હતી.

નાનપુરાના 35 વર્ષિય રજનીકાંત રતિલાલ ટોપીવાલાએ નાનપુરાના વ્યાજખોર હિમેન વસંત કહાર પાસેથી 70 હજાર રૂપિયા લીધા હતા. જો કે વ્યાજખોર હિમેન કહારે બે મહિના બાદ જ 10 ટકા વ્યાજ કરી દીધું. રજનીકાંત સમયસર દર મહિને 10 હજાર વ્યાજ ભરતો હતો. રજનીકાંત રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોઇ મુદ્દલ પરત કરવા માટે તેણે દર મહિને હપ્તો કરી આપવાની માંગણી કરી હતી. જો કે તેના બદલમાં વ્યાજખોરે 2 લાખ રૂપિયાની માંગણી કરી. એટલું જ નહીં ગઇકાલે 16 હજાર રૂપિયા માંગ્યા અને નહીં આપે તો ઘરે આવીને મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી રજનીકાંત ગભરાઇ ગયોને ઝેર પી લીધું હતું.

રજનીકાંત રતિલાલ ટોપીવાલા મેં આત્મહત્યા કરું છું. હિમેન વસંત કહારના કારણે. કેમ કે હું તેની પાસેથી 70 હજાર રૂપિયા 5 ટકા લીધેલા. બે મહીના પછી 10 ટકા કરી નાખ્યા. હું 15થી 17 મહિના વ્યાજ 10 હજાર ભર્યા. હું એની પાસે હપ્તો માંગુ છે. તે મને કહે છે કે 2 લાખ ભર. દર મહિને 10 હજાર હપ્તો આપ. મહિને નહીં તો વ્યાજભર 10 હજાર. ગઇકાલે મને કીધું કે 16000 ભર નહીં તો તને તારા ઘરમાં મારી જવા એના કારણે હું આત્મહત્યા કરું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments