સુરતમાં સવજી કોરાટ બ્રીજ નજીક વહેલી સવારે નીકળેલી મહિલાના ગળામાંથી ચલાવેલી ચેઈનની લૂંટ

0
38

સુરતઃકાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં નાના વરાછાના સવજી કોરાટ બ્રીજ નજીક એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની લૂંટ કરીને બે આરોપીઓ ફરાર થઈ ગયાં હતાં. કારમાં આવેલા ત્રણ લૂંટારૂઓમાંથી બે લૂંટારૂઓ દૂધ લઈને ઘર તરફ જઈ રહી હતી એ દરમિયાન એક લૂંટારૂએ મહિલાના ગળામાંથી ચેઈન લૂંટી લીધી હતી અને બાદમાં મહિલાને ધક્કો મારીને પાડી દીધી હતી. બાદમાં એક થપ્પડ પણ મારી હતી. પછી આરામથી બન્ને આરોપીઓ ઈકો કારમાં સવાર થઈને નાસી ગયાં હતાં. મહિલાએ બૂમાબૂમ કરી મુકી હતી. પરંતુ વહેલી સવારે તેની મદદે કોઈ આવ્યું નહોતું. સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સવારના છ વાગ્યે પણ લોકો સુરક્ષિત ન હોવાની લાગણી સાથે પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here