Wednesday, September 28, 2022
Homeસુરતમાં સિટી બસની અડફેટે બેના મોત બાદ થયેલી તોડફોડમાં ટોળા વિરુદ્ધ ગુનો...
Array

સુરતમાં સિટી બસની અડફેટે બેના મોત બાદ થયેલી તોડફોડમાં ટોળા વિરુદ્ધ ગુનો નોંધાયો

- Advertisement -

સુરતઃ ઉધના મેન રોડ પર સત્યનગર બસ સ્ટેશન પાસે બીઆરટીએસ રૂટમાં ઝેબ્રા ક્રોસિંગ પરથી પસાર થઈને રસ્તો ક્રોસ કરતા ચાર જણાને પુરપાટ ઝડપે દોડતી સિટી બસે અડફેટે લેતા દોઢ વર્ષની બાળકી સહિત બે જણાનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ સિટી બસમાં તોડફોડ કરી હતી. જેથી પોલીસે 50થી વધૂના ટોળાં રાયોટીંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઉધના ભાઠેનામાં રહેતા મનોજ મગન પટેલની પત્ની રોશની દિકરી વીની( દોઢ વર્ષ) અને સાળાની પત્ની પ્રિતી મંગળવારે ખરેદી કરવા માટે ઘરેથી નિકળ્યા હતા. તેઓ ખરીદી કરીને પરત ઘરે જવા નિકળ્યા હતા. તેઓ ઉધના મેન રોડ પર સત્યનગર પાસે બીઆરટીએસ પાસે ઝેબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પુરપાટ ઝડપે આવતી સિટી બસના ડ્રાઈવરે રોશની, વીની અને પ્રિતીને તથા અન્ય એક રાહદારી દિનેશ અર્જુન પટેલને અડફેટે લીધા હતા. વીનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય ત્રણને ઇજા થઈ હતી. તમામને હોસ્પિટલ લઈ જવાયા હતા. દિનેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

બસના કારણે વારંવાર થતા અકસ્માતોથી બસ ડ્રાઈવર પ્રત્યે ભારે રોષ હતો. લોકોએ બસમાં તોડફોડ કરી હતી. ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો. સ્થાનિક લોકોએ બીઆરટીએસ રૂટમાં ધરણા પર બેસીને રસ્તો રોકીને ડ્રાઈવરને ઘટના સ્થળ પર લાવવાની માંગ કરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. રાત્રે પોલીસે બસ ડ્રાઈવર ગોપાલ કાનજી હરીજન( રહે. કોસાડ બસ ડેપો) વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ 304 સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરીને વિધિવત ધરપકડ કરી છે. જ્યારે ઝેબ્રા ક્રોસિંગ હતું ત્યારે ગોપાલે બસની સ્પીડ ઓછી કરવાની જરૂરત હતી. અકસ્માત બાદ પણ ભાગવાની કોશિષ કરી હતી. બીજી તરફ  કંડક્ટર સંજય સોલંકીએ 40 થી 50 જણાના ટોળા વિરુદ્ધ બસ પર પથ્થરમારો કરવાનો અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો દાખલ કર્યો છે. જોકે, પોલીસે તેમાં કોઈની ધરપકડ કરી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular