સુરતઃ અમદાવાદની સગીરાની ઉંમરને લઈને સર્જાયેલા વિવાદ બાદ જુવેનાઈલ કોર્ટે સગીરાને શરતો આધિન જામીન પર મુક્ત કરી હતી. હત્યા કેસમાં સંડોવાયેલી અને તેની ઉંમર 14 વર્ષની હોવા છતા કતારગામ પોલીસે તેની ઉંમર 19 વર્ષ દર્શાવી કોર્ટમાં રજૂ કરી હતી.
ગત નવરાત્રિમાં અમદાવાદની 14 વર્ષીય સગીરા ભેદી સંજોગોમાં ગુ થઈ ગઈ હતી. પરિવારજનોએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. રહસ્યમય રીતે ગુમ થયેલી સગીરા ત્રણ મહિના બાદ લાજપોર જેલમાં હોવાની સામે આવી હતી. અને એક વૃદ્ધની હત્યા કરવાના આરોપસર કતારગામ પોલીસે કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરતા લાજપોર જેલમાં મોકલીઆપી હતી. જોકે, સગીરાના પરિવારજનોએ પુરાવા રજૂ કરતા કતારગામ પોલીસ સામે આક્ષેપ થયા હતા. ત્યારબાદ 15 દિવસ પહેલાં સગીરાને જુવેલાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પરિવારના પુરાવાઓને ગ્રાહ્ય રાખી સગીરાના લડોદરા જુવેવાઈલ હોમમાં મોકલી આપી હતી. દરમિયાન અમદાવાદ પોલીસ પણ સગીરા મળી આવતા સુરત દોડી આવી હતી.
સગીરાના પિતાએ પુત્રીનો કબજો મેળવવા કોર્ટમાં રૂબરૂ ગાર્ડિયનશીપ માટે અરજી કરી હતી. આ અરજી કોર્ટમાં મંજૂર કરી સગીરાનો કબજો અમદાવાદ પોલીસને સોંપ્યો હતો. ત્યારબાદ સગીરાના પિતાએ પુત્રીનવે જામીન મુક્ત કરવા જુવેનાઈલ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર ગત રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને સગીરાને શરતોને આધિન જામીન મુક્ત કરી હતી.