Tuesday, December 7, 2021
Homeસુરતમાં હાર્દિક અને જજ બંનેના લગ્ન હોવાથી રાજદ્રોહ કેસમાં તારીખ પડી
Array

સુરતમાં હાર્દિક અને જજ બંનેના લગ્ન હોવાથી રાજદ્રોહ કેસમાં તારીખ પડી

સુરતઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન આરોપી હાર્દીક પટેલ સામે નોંધાયેલાં રાજદ્રોહના ગુનામાં આજે મુદત દરમિયાન આરોપી તરફે એડવોકેટ યશવંત સિંહ વાળાએ મુદત અરજી કરતાં કોર્ટે આગામી 15મી ફેબ્રુઆરીના રોજની મુદત પાડી હતી. આ કેસમાં સત્ર ન્યાયધિશ પોતે લગ્ન હોય અને હાર્દિકના પણ લગ્ન હોય સુનાવણી શક્ય બની નહતી.

અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સહિત ચાર આારોપીઓ સામે રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. જેમાં ચાર્જફ્રેમ થઈ ગયા બાદની પ્રોસેસ ચાલી રહી છે. આ કેસમાં આજે મુદત હતી, પરંતુ હાર્દિક પટેલ હાજર રહ્યો નહતો. બચાવ પક્ષના એડવોકેટ દ્વારા મુદત અરજી કરી જણાવ્યુ હતુ કે બે દિવસ બાદ હાર્દિકના લગ્ન છે અને આરોપી આ માટેની તૈયારીમાં હોય તેને હાજરીમાથી મુક્તિ આપવી. કોર્ટ દ્વારા આ અરજી મંજૂર કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments