Friday, December 3, 2021
Homeસુરતમાં 10 રૂપિયાની વેફર લેવા જતાં 25 સેકન્ડમાં આંગડિયા કર્મીએ 25.65 લાખ...
Array

સુરતમાં 10 રૂપિયાની વેફર લેવા જતાં 25 સેકન્ડમાં આંગડિયા કર્મીએ 25.65 લાખ ગુમાવ્યા

સુરતઃ મહીધરપુરામાં કાસકીવાડ,ભવાની માતાના મંદિર પાસે વેફર લેવા માટે થોભેલા યુવકના મોપેડમાંથી અજાણ્યો છોકરો બેગ ચોરી કરીને નાસી ગયો હતો. બેગમાં રોકડા 25.65 લાખ રૂપિયા હતા. દોઢેક કલાક સુધી આંગડિયા પેઢીના કર્મચારી-માલિકે પોતાની રીતે ચોરની શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવ્યો નહતો, ત્યાર બાદ પોલીસને જાણ કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર મુળ રાજસ્થાનના શિરોહીના મોહબતનગરનો વતની કાલુરામ ઉર્ફ છમનારામ ઘાંચી હાલમાં સુરતમાં હરીપુરા ધોબી શેરીમાં રિદ્ધી-સિદ્ધી એપાર્ટમેન્ટમાં રહે છે.હરીપુરામાં જ અંબીકા આગડિયા સર્વિસમાં કલેક્શનનું કામ કરે છે. પેઢીનો માલિક વેલારામ ઘાંચી છે. કાલુરામ નિત્યક્રમ અનુસાર શુક્રવારે સવારે મોપેડ લઈને કલેક્શન માટે નિકળ્યો હતો. બરોડા પ્રિસ્ટેજ, હીરાબાગ, લંબે હનુમાન રોડ,પોદ્દાર આર્કેડ વિસ્તારમાંથી વ્યાપારીઓ પાસેથી રોકડા 25.65 લાખ રૂપિયા આંગડિયા માટે લીધા હતા. તે એક લીલા રંગની બેગમાં મુકીને ફરીથી ઓફિસે આવી રહ્યો હતો. સવા ત્રણેક વાગે તેને ભુખ લાગતે કાંસકીવાડ ભવાની માતાના મંદિર પાસે શ્રી સિદ્ધેશ્વર પાનવાલા પાસે મોપેડ ઉભી રાખીને વેફર લેવા ગયો હતો.

તે આશરે 25 સેકન્ડમાં વેફર લઈને આવ્યો હતો. તે દરમિયાન રૂપિયા વાળી બેગ ચોરી કરીને નાસી ગયો હતો. કાલુરામે આસપાસના લોકોને પુછતા કોઈએ કહ્યું કે સામેની ગલીમાં એક છોકરો બેગ લઈને ગયો હતો. કાલુરામે વેલારામને બોલાવ્યો હતો. તેઓએ પોતાની રીતે મોપેડ પર આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ કોઈ મળી આવ્યું ન હતું. ત્યાર બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ.આર્ય સ્ટાફ સાથે તત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આસપાસના સીસી ટીવી કેમેરાના ફુટેજ ચેક કર્યા હતા. એક સ્થળે એક છોકરો બેગ લઈને જતો દેખાય છે. પોલીસે કાલુરામની ફરિયાદ લઈને અજાણ્યા છોકરા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments