સુરતમાં 14 વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ

0
56

સુરતઃ  અડાજણ વિસ્તારમાં ગત રોજ એક 14 વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે અકસ્માત મોતને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 14 વર્ષીય કિશોરીએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં આવેલા અડાજણ વિસ્તારમાં સોનલ રાઠોડ(ઉ.વ.14) પરિવાર સાથે રહેતી હતી. ગત રોજ સોનલે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સાથે જ પરિવારજનોની પૂછપરછ પણ કરી હતી. જોકે, સોનલના આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here