સુરતમાં 3 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસઃ પાડોશી યુવાન બન્યો હેવાન

0
16

ગુજરાતમાં મહિલાઓ તો શું પણ બાળકીઓ પણ સલામાત નથી. હજુ તો સુરતમાં જ સચિન વિસ્તારમાં રવિવારે રાતે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી નાસી જનાર ગુનેગારને પોલીસ પકડી નથી શકી ત્યાં 3 વર્ષની બાળકી ઉપર બળાત્કારની કોશિશ કરવામાં આવી હતી જેમાં બાળકીએ રડારોડ કરી મૂકતા યુવાને ભાગી જવું પડ્યું હતુ.અને બાદમાં પરિવાર સામે આખી વાતચીત આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

  • દુષ્કર્મના ઇરાદે પાડોશીએ બાળકીનુ અપહરણ કર્યુ
  • બાળકી રડવા લાગતા યુવાન બાળકીને મૂકી ભાગી છૂટ્યો
  • બાળકીને રડતા જોઈ પરિવારે પૂછતાં સમગ્ર ઘટના આવી સામે

સબ સલામત હૈ? ગુજરાતમાં કંઈ જ સલામત નથી. છાશવારે બાળકોના અપહરણ તેમની સાથે દુષ્કર્મના બનાવો ખરેખર શરમજનક છે. સુરતમાં 3 વર્ષની બાળકીનું અપહરણની કોશિશ કર્યાની ઘટના સામે આવી છે. દુષ્કર્મના ઇરાદે પાડોશીએ બાળકીનું અપહરણ કર્યું. અને બાળકી રડવા લાગતા યુવાન બાળકીને મૂકીને ભાગી છૂટ્યો હતો. ત્યારે બાળકીને રડતા જોઇ પરિવારે વાતચીત કરતા સમગ્ર બાબત ઘટના આવી હતી. હાલ પરિવારની ફરિયાદના આધારે પોલીસે યુવાનની ધરપકડ કરી છે.

Man’s hand holding a woman hand for rape and sexual abuse concept, Wound domestic violence rape, concept photo of sexual assault, International Women’s Day

સચિન વિસ્તારમાં SITની રચના કરાઇ

સુરતના સચિન વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે SITની રચના કરાઇ છે. પોલીસે CCTVના આધારે સ્કેચ બનાવી અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 25 જેટલી ટીમ બનાવી અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં 70થી વધુ વસાહતોમાં આરોપીઓની શોધખોળ કરી છે. અને સ્કેચ બતાવી લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

શું હતી ઘટના?

ચાર વર્ષની માસૂમ ઉપર દાનત બગાડનાર હેવાને દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને લોહીલુહાણ હાલતમાં તેના ઘર પાસે રઝળતી મૂકી દીધી હતી. સુરતમાં સચિન GIDC વિસ્તારમાં ઘટના બની હતી. અજાણ્યા શખ્સે બાળકીને ચપ્પુ બતાવીને માર મારીને દુષ્કર્મ આચર્યુ હતુ. બાળકીને પીડા થતા પરિવાર હોસ્પિટલમાં લઈ ગયો હતો. બાળકી સાથે દુષ્કર્મની જાણ થતા પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. આ શખ્સ CCTVમાં ઝડપાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here