Thursday, April 18, 2024
Homeસુરતમાં 54 સ્ટુડન્ટ ધો.10-12 બોર્ડની પરીક્ષા ન આપી શક્યા, સ્કૂલમાં તોડફોડ કરી
Array

સુરતમાં 54 સ્ટુડન્ટ ધો.10-12 બોર્ડની પરીક્ષા ન આપી શક્યા, સ્કૂલમાં તોડફોડ કરી

- Advertisement -

સુરતઃ રાંદેર વિસ્તારની પ્રભાત તારા સ્કૂલની માન્યતા રદ્દ થઈ ગઈ હોવા છતા વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને આખું વર્ષ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. જોકે, આ શાળાના 54 વીદ્યાર્થીઓને હોલ ટિકિટ ન મળતા ગત રોજ રાત્રે 12 વાગ્યા સુધી ડીઈઓ કચેરી પર ધરણા કર્યા હતા. જોકે, કોઈ નિવેડો ન આવતા પરીક્ષાથી વંચિત રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ રોષે ભરાયા હતા. અને સ્કૂલમાં તોડફોડ કરી હતી. દરમિયાન વિદ્યાર્થીઓ ધારાસભ્યોનો વિરોધ કરવા પહોંચ્યા હતા. જેથી પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. જેથી વિદ્યાર્થીઓને પોલીસ વાનને રોકી વિરોધ નોંધાવ્યો હતો.

સંચાલકોએ કોઈ નિર્ણય ન લેતા હોબાળો
આજે સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલ પર પહોંચી ગયા હતા. અને વિદ્યાર્થીઓના ભાવિને જોઈ સંચાલકોને વિનંતી કરી હતી. પરંતુ છેવટ સુધી સંચાલકો કોઈ નિર્ણય ન લેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ રોષે ભરાયા હતા. ત્યારબાદ અચાનક વિદ્યાર્થીઓએ કાબુ ગુમાવ્યો હતો. અને સ્કૂલમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. નોટીસ બોર્ડ, ઈલેક્ટ્રીક વાયરિંગ, ઝાડાના કુંડા સહિતના તોડી નાખ્યા હતા. ક્લાસ રૂમના દરવાજા પર બેંચિસ  ફેંકી હતી. જોકે, ધટના બાદ તાત્કાલિક પોલીસ દોડી આવતા વાલી અને વિદ્યાર્થીઓને સમજાવી સ્કૂલ બહાર મોકલી દેવાયા હતા. ત્યારબાદ રોડ પર ઉતરી આવ્યા હતા. અને રોડ બ્લોક કરી વિરોધ નોંધાવ્યો હતો.
સ્કૂલની માન્યતા રદ્દ કરી દેવાઈ છે
પ્રભાત તારા સ્કૂલની જિલ્લા શિક્ષણાધિકારીએ વર્ષ 2016માં ક્લાસ રૂમ મુદ્દે માન્યતા રદ્દ કરી દીધી હતી. જેથી સ્કૂલના ટ્રસ્ટીઓ સીધા જ હાઇકોર્ટમાં પહોંચી ગયા હતા. આટલું જ નહી, માન્યતા રદ થઈ હોવા છતાં પણ સ્કૂલમાં બાળમંદિરથી ધોરણ-12 સુધીના વર્ગો બિન્દાસ્ત ચાલતા હતા. જોકે, હાઇકોર્ટે આ કેસમાં કડક વલણ અપનાવી વિદ્યાર્થીઓના ભાવિષ્ય સાથે ચેડાં કરવા અંગે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો.  જેને પગલે  ડીઇઓ એચ.એચ. રાજયગુરૂએ સ્કૂલ ટ્રસ્ટી સામે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ડીઇઓ કચેરી ખાતે ભારે હોબાળો
આ કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો તે દરમિયાન  પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓએ ચાઇલ્ડ હેલ્પ લાઇન પર ફોન કરી પરીક્ષાથી વંચિત રહેશે તેવી વાત જણાવી હતી. જેથી તરત જ ચાઇલ્ડ હેલ્પ લાઇનના અધિકારી સ્કૂલ પર પહોંચીને વિદ્યાર્થીનું કાઉન્સિલિંગ કર્યું હતું. પ્રભાત તારા સ્કૂલના કુલ 54 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાઈ ગયું છે. વાલીઓ ડીઇઓ કચેરી ખાતે પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો.
મોડી રાત્રે ડીઇઓ ઊભી પુંછડીએ ભાગ્યા
રાત્રે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને ઘેરી લેતાં પોલીસ બોલાવાની ફરજ પડી હતી. જિલ્લા શિક્ષણાધિકારી વાલીઓને મળ્યા પણ ના હતા. જેને કારણે વાલીઓમાં રોષ ફેલાતો ગયો. પોલીસે વાલીઓને ગેરમાર્ગે દોરી અને ડીઇઓને ઓફિસમાંથી બહાર લાવી ઘર સુધી પહોંચાડ્યા હતાં. આ સમયગાળા દરમિયાન માલા તિવારી (વાલી)એ ડીઇઓની ઓફિસને તાળું મારવા દીધુ ન હતું. અડધો કલાક પોલીસે બળ વાપરી મહિલાને દુર કરી તાળું માર્યું હતું. બીજી બાજુ ડીઇઓ એચ.એસ.રાજ્યગુરૂએ જણાવ્યુ હતું કે ‘બોર્ડ જે આદેશ કરશે તે મુજબ અમે કામ કરીશું. વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે એ માટે અમે તૈયારીઓ કરી છે. બોર્ડ હોલ ટિકિટ આપશે તો પરીક્ષા લઇ લઇશું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular