સુરતમાં 6 વર્ષની બાળકીને ટેમ્પો ચાલકે અડફેટે લીધી, CCTV

0
26

સુરતઃ  પાંડેસરા શાંતાનગર સોસાયટીમાં હિટ એન્ડ રનનો વધુ એક કેસ બહાર આવ્યો છે. એક 6 વર્ષની બાળકીને ટેમ્પો ચાલકે અડફેટેમાં લઇ ભાગી જતો હોવાનો વીડિયો બહાર આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. હાલ પાંડેસરા પોલીસે આ બાબતે અજાણ્યા ટેમ્પાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ટેમ્પાની અડફેટે આવનાર બાળકીના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાનું પરિવારે જણાવ્યું છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગયા બાદ પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here