સુરતમાં Corona કહેર: બપોર સુધીમાં 100 કેસ, લોકોમાં ભયનો માહોલ, અબ્બાસ ખાનપુરીનું નિધન

0
3
મુસ્લિમ સમાજના ધર્મગુરૂ મૌલાના અબ્બાસ ખાનપુરીનું પણ કોરોનાથી મોત નિપજ્યુ છે. ૧૫ દિવસ પહેલાં તેમના ભાઇનું પણ કોરોનાથી મોત નિપજ્યુ હતુ. આમ ૧૫ દિવસમાં કોરોનાથી બે ભાઇઓના મોતથી પરિવારમાં માતમ છવાયો.
મુસ્લિમ સમાજના ધર્મગુરૂ મૌલાના અબ્બાસ ખાનપુરીનું પણ કોરોનાથી મોત નિપજ્યુ છે. ૧૫ દિવસ પહેલાં તેમના ભાઇનું પણ કોરોનાથી મોત નિપજ્યુ હતુ. આમ ૧૫ દિવસમાં કોરોનાથી બે ભાઇઓના મોતથી પરિવારમાં માતમ છવાયો.

સુરત: સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્ના છે. તેમ છતાં લોકો હજુ પણ સાવચેતી રાખી રહ્ના નથી. કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પગલાઓની સાથે ૧૦૪ અને ધન્વંતરી રથની સેવા પણ શરૂ કરી છે. તેમ છતાં હજુ પણ કુદકેને ભુસકે કેસોમાં વધારો થઇ રહ્ના છે. મંગળવારે સુરત અને જીલ્લામાં રેકોર્ડ બ્રેક કેસો નોધાતા લોકોમાં ભય જાવા મળી રહ્ના છે. બપોરના ૧૨ વાગ્યા સુધી સુરત શહેરમાં ૮૯ અને જીલ્લામાં ૧૧ મળી કુલ ૧૦૦ કેસો નોધાયા છે.

આ સાથે સુરતમાં અત્યાર સુધી ૧૦,૬૭૪ કેસો નોધાયા છે. જેની સામે મરણાંક પણ વધી રહ્ના છે. બપોરે લગભગ ત્રણ વ્યકિતઓના નિપજ્યા હોવાનું જાણવા મળ્યુ છે. આ સાથે મૃત્યુઆંક ૪૬૫ પર પહોચ્યો છે. ખાસ કરીને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ મૌલાના અબ્બાસ ખાનપુરીનું નિધન થયુ છે. સુરત શહેરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દિન પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો નોધાઇ રહ્ના છે. તેની સાથે મોતનો આંકડો પણ વધી રહ્ના છે.

સુરતમાં કોરોના વાયરસનો કહેર કંઇ રીતે ઓછો થાય તે માટે સરકાર તમામ પ્રકારના પગલા લઇ રહી છે. પરંતુ કેસો દિવસેને દિવસે વધી રહ્ના છે. તે જાતા ટેક્ષટાઇલ માર્કેટ , હિરા ઉદ્યોગ અને અન્ય દુકાનદારો સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્ના છે. કેટલાંક વેપારીઓએ કામના કલાકો પણ ઘટાડી દીધા છે. આમ લોકો હવે આરોગ્યલક્ષી ચિંતા કરવા લાગ્યા છે. સોમવારે બપોર સુધી સુરત શહેરમાં નવા ૮૯ કેસો સામે આવ્યા છે. આ સાથે સુરત શહેરમાં અત્યાર સુધી ૮,૮૧૪ દર્દીઓ નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં નવા ૧૧ કેસો નોધાયા છે. આ સાથે જીલ્લામાં ૧,૮૬૦ કેસ મળી અત્યાર સુધી સુરતમાં કુલ ૧૦,૬૭૪ કેસો થયા છે.

બીજી બાજુ રીકવરી રેટ પણ વધી રહ્ના છે. અત્યાર સુધી ૬,૬૧૩ લોકો સાજા થઇને ઘરે પહોચી ગયા છે. કોરોના વાયરસના કેસોની સાથે મૃત્યુના કેસો પણ વધી રહ્ના છે. મંગળવારે બપોર સુધી ત્રણના મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે. અત્યાર સુધી મૃત્યુઆંક ૪૬૫ પર પહોચ્યો છે.જેમાં નવા નોધાયેલા કેસોમાં કતારગામ , વરાછામાં સૌથી વધુ કેસો હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં સિવીલ અને સ્મિમેરના ડોકટરો, નર્સ, રત્ન કલાકાર વગેરે સંક્રમિત થયા છે. ખાસ કરીને સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા અને કોસાડ આવાસમાં ઉસ્તાદ તરીકે મદીના મસ્જીદમાં ફરજ બજાવતા મુસ્લિમ સમાજના ધર્મગુરૂ મૌલાના અબ્બાસ ખાનપુરીનું પણ કોરોનાથી મોત નિપજ્યુ છે.

છેલ્લાં એક અઠવાડીયાથી ખટોદરા પોલીસ મથક પાસે આવેલી આઇ.એન.એસ. હોસ્પિટલમાં સારવાર લઇ રહ્ના હતા. મોડી રાત્રે તેમને અંતિમ શ્વાસ લીધો હતો. ૧૫ દિવસ પહેલાં તેમના ભાઇનું પણ કોરોનાથી મોત નિપજ્યુ હતુ. આમ ૧૫ દિવસમાં કોરોનાથી બે ભાઇઓના મોતથી પરિવારમાં માતમ છવાઇ જવા પામ્યો છે. મૌલાના અબ્બાસ ખાનપુરીની અંતિમ વિધી કોસાડના કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here