સુરતમાં HIV ગ્રસ્ત 35 વર્ષીય નરાધમનો 10 વર્ષની પાડોશી બાળકી પર બળાત્કાર

0
57

સુરત:  રવિવારે સાંજે વેડ રોડ પર 10 વર્ષની બાળકી પર પડોસી 35 વર્ષીય બે સંતાનના HIV પોઝિટીવ બાપે બળાત્કાર ગુજાર્યો હતો.

આપણે ફ્રેન્ડ છે કોઈને આ વાત કરવી નહીં એમ કહી બળાત્કાર ગુજાર્યો હતો

વેડ રોડ પર એક શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં 10 વર્ષની બાળકી મનીષા (નામ બદલ્યું છે) જે ધોરણ 4 માં ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે. શ્રમજીવી પરિવારની પાડોશી આરોપી સાગર (નામ બદલ્યું છે) રહે છે. સાગર ટેલર છે અને પરિવારમાં પત્ની ઉપરાંત બે સંતાન છે. મનીષા રવિવારે મોડી સાંજે ઘર પાસે રમતી હતી ત્યારે HIVગ્રસ્ત સાગર એ મનીષા ને કહ્યું કે, તારાં કપડાં સીવી આપું. ચાલ, તારું માપ લેવું છે. એમ કહીને રૂમમાં લઈ ગયો હતો. સાગર એ મનીષા ને અશ્લીલ વીડિયો બતાવીને કહ્યું કે, આપણે ફ્રેન્ડ છે કોઈને આ વાત કરવી નહીં એમ કહી બળાત્કાર ગુજાર્યો હતો. દુ:ખાવાથી મનીષા એ બૂમાબૂમ કરી મૂકી મારા પિતા આવી ગયા કહીને સાગર ની ચુંગાલમાંથી  છૂટીને ભાગી ગઈ હતી.

પોલીસને જોઈને સાગર ભાગવા લાગતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો

સ્કૂલેથી આવ્યા બાદ મનીષા રડતી હતી. તેની માતાએ સમજાવીને પૂછતાં મનીષા એ સાગરે કરેલી કરતૂત અંગે હકીકત જણાવતાં માતાના પગ તળેથી ધરતી ખસી ગઈ હતી.મનીષા ને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જવાઈ હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરાઈ હતી. ચોકબજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.બી. શેખે તાત્કાલિક સાગર ના ઘરે તપાસ કરી હતી. પોલીસને જોઈને સાગર ભાગવા લાગતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. સાગરે પોલીસને કહ્યું કે, તેને HIVપોઝિટિવ છે. પોલીસે મનીષા ની માતાની ફરિયાદ લઈને ગુનો દાખલ કરીને સાગર ની ધરપકડ કરી હતી.

બાળકીને ચેપ ન લાગે માટે એન્ટી-ડોઝ

પીઆઇ એસ.બી. શેખે જણાવ્યું કે, સાગર ને HIV હોવાથી મનીષા ને પણ HIVનો ચેપ નહીં લાગે તે માટે મનીષા ને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. તેને એનટી ડોઝ આપવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here