સુરતી યુવકે પતંગ રસિકની ડિમાન્ડને લઈને 20 ફૂટનો મહાકાય પતંગ બનાવ્યો

0
36

સુરતઃ  શહેરમાં રહેતા અને છેલ્લા 10 વર્ષથી પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા અજય રાણાએ રેકોર્ડ બ્રેક મોટા પતંગો બનાવ્યા છે.આ વર્ષે પતંગ રસિકની ડિમાન્ડને લઈને 20 ફૂટનો મોટો પતંગ તૈયાર કર્યો છે. આ પતંગ બનાવવા માટે અજયને 4 લોકોની મદદ લેવી પડી છે. તેમછતાં 6 દિવસે મહાકાય પતંગ તૈયાર થયો છે.

આ 20 ફૂટનો પતંગ એક વિશેષ દોરીની મદદથી આ ઉડાવવામાં આવશે તેવું અજય એ જણાવ્યું છે. આ પતંગ ઉડાવવા માટે 10 વ્યક્તિઓની જરૂર પડશે. તેની પાસે આવા બીજા પતંગ પણ છે. જેની કિંમત 500 રૂપિયાથી લઈને 2 હજાર સુધીની મુકવામાં આવી છે. આમ, સુરતના આકાશમાં આ વખતે ચગનારો આ મોટો પતંગ બીજા બધા નાના પતંગો પર ભારી પડશે તેવું અજયનું કહેવું છે.

ઉત્તરાયણ આવતા જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. જેમાં પણ સુરતમાં તો જે માહોલ બને છે તે ગુજરાતના કોઈ શહેરમાં બનતો નથી. ઉત્તરાયણના દિવસે શહેરની લગભગ તમામ ઇમારતો પર બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીની ઉંમરના લોકો પતંગ ચગાવતા ધાબા ઉપર નજરે પડે છે. કાંઈ પોચની બુમો વચ્ચે વેસ્ટન ગીતોનો આનંદ ઉઠાવતા સુરતીઓ ગરમાગરમ ભોજનની મજા પણ માણતા હોય છે.પરંતુ આ વખતે સુરતમાં ફિલ્મ સ્ટારોની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર પટેલના પતંગો વચ્ચે સુરતમાં બનેલો સૌથી મોટો અને મહાકાય પતંગ બીજા બધા પતંગોની પેચ કાપશે એ વાત નકારી શકાય નહીં.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here