સુરત અગ્નિકાંડ : આગની દુર્ઘટના બાદ પાલિકાએ બે ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યા

0
24

સુરતઃતક્ષશિલા એપાર્ટમેન્ટમાં બનેલી આગી દુર્ઘટના બાદ પાલિકા કમિશનરે એક બેઠક બોલાવી હતી. જેમાં આગમ આર્કેટની આગ બાદ તમામ ક્લાસિસ, હોટલ, મોલ સહિતની જાહેર જગ્યાએ ફાયરના સાધનો અંગે સર્વેલન્સ કરવાનું કહેવામાં આવ્યું હતું.પરંતુ આ કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

જવાબદારો સામે પગલાં ભરાશેઃપાલિકા કમિશનર

પાલિકા કમિશનર એમ.થૈન્નારસને જણાવ્યું હતુ કે, અમે હજુ તપાસ ચલાવી રહ્યાં છીએ.કેટલા વાગ્યે આગનો કોલ હતો અને ફાયર કેટલા વાગ્યે નીકળ્યું તથા કેટલા વાગ્યે ઘટના સ્થળે પહોંચ્યુ તે તમામ બાબતોની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. હાલ પ્રાથમિક તબક્કે આ બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વેસુના આગમ આર્કેડમાં આગ લાગ્યા બાદ શહેરની તમામ જાહેર ઈમારતોમાં ફાયરના સાધનો લગાવવાની નોટિસ અને સાધનો ન લગાવે તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા તેમ છતાં આ દુર્ઘટના સામે બની છે જેમાં માસૂમોએ જીવ ખોવાનો વારો આવ્યો છે.

રિપોર્ટ વહેલો તૈયાર થઈ જશેઃપુરી

શહેરી વિકાસ સચિવ મુકેશ પુરીએ સુરતમાં જણાવ્યું હતું કે, હાલ સમગ્ર તપાસ ચાલી રહી છે. વિવિધ ટીમો દ્વારા બારિકાઈ પૂર્વકની તપાસ ચાલી રહી છે. અને મને ખાસ ગાંધીનગરથી આ તપાસના રિપોર્ટ માટે મોકલવામાં આવ્યો છે. વહેલી તકે રિપોર્ટ તૈયાર કરીને જે પણ જવાબદાર હશે તેનો રિપોર્ટ સરકારને સુપ્રરત કરવામાં આવશે.

બંધ બારણે બેઠક

પાલિકા કમિશનર અને શહેરીવિકાસ સચિવ મુકેશ પુરી વચ્ચે પાલિકામાં બંધ બારણે બેઠક યોજવામાં આવી રહી છે. જેમાં જવાબદારો સામે પગલાં લેવાથી લઈને કેવી રીતે સમગ્ર દુર્ઘટના બની તે અંગે માહિતીની આપલે કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here