સુરત અગ્નિકાંડ / તક્ષશિલાની આગમાંથી માસૂમોને બચાવી જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીના પરિવારને હોસ્પિટલમાં મનદુઃખ

0
38

  • CN24NEWS-18/06/2019
  • ક્યાં સુધી સરકારી લાભ ઉઠાવશોના નિવેદનથી દર્દીના પિતાને દુઃખ
  • ઘરના માહોલમાં રિક્વરીનું કહેલું સમજવા ફેર થયોઃ હોસ્પિટલ

સુરતઃસરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22ના મોત નીપજ્યાં હતાં. 24મી મેના રોજ સર્જાયેલી દુર્ઘટનામાં માસૂમોને બચાવી ચોથા માળેથી કુદલો લગાવનાર જતીન નાકરાણીની હાલ મહાવીર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીના પિતાને તબીબોએ સોમવારે સાંજે કહેલું કે, ઘરે લઈ જઈ સારવાર કરાવો ક્યાં સુધી સરકારી યોજનાનો લાભ લેશો જેનાથી તેના દર્દીના પિતા દુઃખી થયા હતાં. આ ઘટનાને પગલે સામાજિક સંસ્થાના અગ્રણીઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તબીબોએ કહેલું કે સમજણ ફરક થયો છે અમે દર્દીને ઘરના માહોલમાં વહેલી રિકવરી આવવાનું કહ્યું હતું.

ડોક્ટરના શબ્દોથી માઠું લાગ્યુઃદર્દીના પિતા

દર્દી જતીન નાકરાણીના પિતા ભરત નાકરાણીએ જણાવ્યું હતું કે, હાલ જતીનની હાલત ખરાબ છે. પોતાની મેળે કશું કરી શકતો નથી. તબીબોએ કહ્યું કે, હવે તમે જાતે દવા પીવડાવવાનું શીખી લો. બે દિવસમાં ઘરે લઈ જાવ.જેની સામે સવાલ કરતાં કહેવાયું હતું કે, ક્યાં સુધી સરકારી સહાયનો લાભ લેશો જેથી દુઃખ થયું કે તબીબો યોગ્ય સારવાર નહી કરે કે શું. આવી સ્થિતીમાં ઘરે લઈ જઈએ ને કંઈ થાય તો શું જેવા સવાલો મનમાં ઉભા થયાનું દર્દીના પિતાએ જણાવ્યું હતું.

રિપોર્ટ એઈમ્સમાં બતાવવામાં આવશે

સેવા સંસ્થાના મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, દર્દીના પિતાને થયેલા મનદુઃખને લઈને તેઓ હોસ્પિટલ પહોંચી ગયા હતાં. તબીબો સાથે વાત કરી હતી. તબીબોએ તમામ ઓપરેશન સફળ રહ્યાની સાથે સારવાર યોગ્ય ચાલતી હોવાનું કહ્યું હતું. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની ભલામણથી એઈમ્સમાં દર્દીના રિપોર્ટ બતાવવામાં આવશે.હાલ કોઈ રિસ્ક ફેક્ટર નથી.ડોક્ટર સાથે પણ વાત કરવામાં આવી હતી. પરંતુ તેમણે માત્ર કસરતની જ દર્દીને જરૂરીયાત હોવાનું કહ્યું હતું જે હોસ્પિટલમાં અપાતી હોવાનું તબીબોએ જણાવ્યું હોવાનું ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here