સુરત અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીનો ધીકતો ધંધો, ડુપ્લિકેટ સાધનોનું બમણાં ભાવે વેચાણ

0
50

અમદાવાદ-સુરત: સુરત અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર અને ફાયર બ્રિગેડ હરકતમાં આવતા વિવિધ સંસ્થાના સંચાલકો ફાયર સેફ્ટીના સાધનો ખરીદવા માટે પડાપડી કરી રહ્યાં છે. તો બીજી તરફ ફાયર સેફ્ટીના સાધનોનું વેચાણ કરતા ડિસ્ટ્રીબ્યુટર્સ બમણા ભાવે સાધનોનું વેચાણ કરી રહ્યાં છે. અને તે પણ ડુપ્લિકેટ. મ્યુનિસિપલ કોર્પોરેશનના કડક આદેશ બાદ સંચાલકો હાલ ફાયર સેફ્ટીના સાધનો ખરીદી રહ્યાં છે. તેનો ડિસ્ટ્રીબ્યુટર્સ પણ ફાયદો ઉઠાવી રહ્યાં છે.

ફાયર સેફ્ટી સાધનનું બમણાં ભાવે વેચાણ
એક ડિસ્ટ્રીબ્યુટરે divyabhaskar.comને જણાવ્યું હતું કે ફાયર સેફ્ટીના સાધનોમાં અન્ય લોકો ફાયર સેફ્ટીના સાધનોનું બમણાં ભાવમાં વેચાણ કરી રહ્યાં છે. એક ઈક્વિપમેન્ટનો ભાવ જો 1500 હોય તો સંચાલકોને તંત્ર અને સરકારનો ડર બતાવી તેને ડબલ એટલે કે 3000માં વેચી રહ્યાં છે.

ડિમાન્ડ વધતા ભાવમાં પણ વધ્યો
સુરત તક્ષશિલા અગ્નિકાંડની કરૂણતાલિકાએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના લોકોને હચમચાવી દીધા છે. આ ઘટનામાં 22 વહાલસોયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર અને મહાનગર પાલિકા દ્વારા બહુમાળી ઈમારતો, સ્કૂલ, હોટલ, રેસ્ટોરન્ટ અને હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોને લઈને કોઈપણ બાંધછોડ નહીં કરવામાં આવે તેવા કડક આદેશ આપવામાં આવ્યા છે. જેથી વિવિધ સંસ્થાના સંચાલકો ફાયર સેફ્ટીના સાધનો ખરીદવા માટે પડાપડી કરી રહ્યાં છે. ફાયર સેફ્ટીના સાધનોના વેચાણમાં વધારો થતા તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

હોર્સ પાઈપ, મીટર, વાલ્વ સહિત સાધનોની માંગ સૌથી વધુ
ગુજરાતના મુખ્ય શહેરોમાં બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીની સુવિધા પુરતી નથી. અને જે ચાલું છે તેમાંથી કેટલાક કામ નથી કરતા. સરકાર, મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડના કડક આદેશથી સંચાલકો ફાયર સેફ્ટીના નવા સાધનો ખરીદી રહ્યાં છે. જેમાં એક્સટિંગ્વિશર, હોર્સપાઈપ, મીટર, વાલ્વ, હેવી ડેનસીટી સહિતના સાધનોની ડિમાન્ડ સૌધી વધુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here