Tuesday, December 5, 2023
Homeગુજરાતસુરત અને સોનગઢમાં છ જગ્યાએ IT વિભાગના દરોડા

સુરત અને સોનગઢમાં છ જગ્યાએ IT વિભાગના દરોડા

- Advertisement -

વિધાનસભાની ચૂંટણી અગાઉ આઇટીએ જમીન દલાલ, સટ્ટા રમનારા અને બ્લેકમની જનરેટ કરવાના કામ સાથે સંકળાયેલાઓના 6 જગ્યાએ દરોડા પાડયા છે. જમીનદલાલ સહિત અનેક સાણસામાં આવ્યા હોવાના સમાચરા છે. અલથાણ વિસ્તારના અનિલ સોલંકી, બળવંત અને જામુ સહિત અનેક ત્યાં આઇટી દ્વારા તપાસ કરાઈ છે. આઇટીને ખેડૂતો વ્યાજે રૂપિયા ફેરવતા હોવાની માહિતી મળી હતી. જે બાદ આ તપાસ શરૂ કરવામાં આવી છે. આઈટીની તપાસમાં ડોક્યુમેન્ટ્સની ચકાસણી પણ શરૂ કરાઇ છે.

તપાસ દરમિયાન અલથાણના ખેડૂત અનિલ સોલંકીને ત્યાંથી જમીનોને લગતા ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. ડોક્યુમેન્ટની ચકાસણી બાદ મોટા ધડાકા થવાની સંભાવના છે. ચૂંટણી દરમિયાન જ્યારે રૂપિયાની હેરફેર પર નજર રખાઇ રહી છે ત્યારે કેટલાંક ડેટા અને ટ્રાન્ઝેકશનની ચકાસણીમાં સોનગઢ અને સુરતમાં દરોડા પડાયા હતા. સોનગઢમાં સટ્ટા સાથે સંકળાયેલાં અને બ્લેક મની જનરેટ કરતાં એક વ્યક્તિને સાણસામાં લેવાયો હતો. સુરતમાં જમીનોના સોદામાં 4થી વધુ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ બાદ જમીન દલાલો, ખેડુતો – બિલ્ડરો ટેન્શનમાં છે. મળતી માહિતી મુજબ દરોડાનું કાર્યક્ષેત્ર વધી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular