સુરત : આરોપીના કસ્ટોડિયલ ડેથનો મામલો, મૃતકની આજે અંતિમ વીધી

0
30

સુરતમાં પોલીસની કસ્ટડીમાં આરોપી ઓમપ્રકાશની મોત બાદ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આજે મૃતક ઓમપ્રકાશની અંતિમ વિધી કરવામાં આવશે. આજે સુરતમાં મૃતકના પરિવારજનો પહોંચશે, ત્યાર બાદ તેમની અંતિમ વિધી કરાશે.

મળતી માહિતી મુજબ મૃતક ઓમપ્રકાશની પત્નીને 8 મહિનાનો ગર્ભ છે, એક મહિનામાં ઓમપ્રકાશની પત્ની સંતાનને જન્મ આપશે. સંતાનને મોઢું જોતા પહેલા જ ઓમપ્રકાશનું મોત થયુ છે. મહત્વનુ છે કે, ઓમપ્રકાશને પોલીસકર્મીઓ ચોરી કરવાના મામલે પોલીસ સ્ટેશનમાં લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓએ માર મારતા ઓમપ્રકાશનું મોત થયુ હતું.

રવિવારે ઓમપ્રકાશનુ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યુ. સિવિલ ફોરેન્સિક તબિબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજાના કારણે મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે. આ મામલે પોલીસ ઈન્સપેક્ટર ખીલેરી, પોલીસ સબ ઈન્સપેક્ટર ચૌધરી સહિત 8 પોલીસકર્મીઓ સામે ફરિયાદ થઈ છે.

આ મામલે DCP ચિંતન તેરૈયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે ફરાર પોલીસકર્મીઓને શોધવા માટે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરાયું છે. સુરતમાં કસ્ટોડિયલ ડેથના મામલે આરોપી ઓમપ્રકાશનું પેનલ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું.

મહત્વના સૂત્રોને મળતી જાણકારી મુજબ કોઝ ઓફ ડેથમાં શરીરમાં 8 ફ્રેકચર થયા હતા. આ ફ્રેક્ચર વિવિધ ભાગો ઉપર થયા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલે તપાસ અધિકારી ચિંતન તેરૈયાએ નિવેદન કર્યુ હતું કે તેમનું ગંભીર ઇજાના કારણે મૃત્યુ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here