સુરત : ઇલેક્ટ્રોનિક આઇટમના વેપારીને ત્યાંથી 40 કરોડના વ્યવહાર મળ્યા

0
36

સુરતઃ વરાછાની નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં એસજીએસટીના દરોડામાં 3 પેઢીઓ સાણસામાં લેવાતા અત્યાર સુધી 40 કરોડના વ્યવહાર મળ્યા છે. જેના આધારે 2.50 કરોડની ડિમાન્ડ કાઢવામાં આવી છે. બોગસ બિલમાં મુંબઇ અને દિલ્હીના વેપારીઓ સુધી તપાસનો રેલો ગયો છે.

તમામ વેપારીઓ સામે કાર્યવાહી થશે
CGSTના અધિકારી સૂત્રોથી મળેલી માહિતી મુજબ વરાછાની નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ઇલેકટ્રોનિક્સ નું વેચાણ કરનારા વેપારીની પેઢી પર તપાસ કરાઇ હતી. જેમાં વધુ બે પેઢી મળતા તપાસનો રેલો બંને પેઢી સુધી પહોંચ્યો હતો. જેમાં બોગસ બિલના વ્યવહાર સુરતના આ વેપારીએ જ કર્યાનું સપાટી પર આવ્યું હતું. અત્યાર સુધીની તપાસમાં 40 કરોડથી વધુના વ્યવહાર મળી આવ્યા હતા. આ અંગે અધિકારીએ કહ્યુ કે બોગસ બિલિંગમાં સંડોવાયેલાં તમામ વેપારીઓ સામે કાર્યવાહી કરાશે. આ વેપારીઓ રાજય બહારના છે એટલે જે તે જગ્યાની જીએસટી કચેરીનો પણ સંપર્ક કરાયો છે. આ વેપારીઓ પાસે ક્રેડિટ પરત મેળવવાના પ્રયાસ શરૂ કરાયા છે.

બે રાજસ્થાની 70 લાખનાં બિલ લઇ ભેરવાયા
જીએસટીની તપાસમાં સામે આવ્યુ છે કે અડાજણ પાટિયા ખાતે રહેતા ધોરાજીના રહેવાસીએ મૂળ રાજસ્થાની બંધુઓને 70 લાખના બિલ આપ્યા છે. તમામ બિલ બોગસ હોવાથી તપાસ શરૂ થઈ છે. બંને વેપારીઓના સ્ટેટમન્ટ લેવામાં આવશે. અધિકારીઓ બિલ સપ્લાય કરનાર કૌભાંડીને શોધી રહી છે.

સીજીએસટીમાં કમિશનરની બદલીથી સ્થિતિ બદલાઈઃ તાજેતરમાં જ સીજીએસટીમાં કમિશનરની બદલી કરવામાં આવી છે આથી પ્રિવેન્ટિવના ઉચ્ચ અધિકારીને ઘણી જ રાહત થઈ છે. બોગસ બિલિંગમાં તપાસના મામલે ઢીલી નીતિ અપનાવવામા આવતા પ્રિવેન્ટિવની ટીમ પર ભારે માછલાં ધોવાયા હતા. જે એક્સપોટર્સ હાલ છટકી ગયા છે તે તમામ ફરતે નવનિયુક્ત કમિશનર પગલાં લે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here