સુરત : ઓનલાઇન શિક્ષણના નામે શાળાઓએ લૂંટ ચલાવતા યુવા કૉંગ્રેસે DEO કચેરીએ ઢોલ વગાડી વિરોધ કર્યો

0
0
અવારનવાર શાળાઓની ફરિયાદ કરી હોવા છતાં અધિકારીઓએ ધ્યાન ન આપતા યુવા કૉંગ્રેસે ઢોલ વગાડી અધિકારીઓના કાન ખોલવાનો પ્રયાસ કર્યો
  • અવારનવાર શાળાઓની ફરિયાદ કરી હોવા છતાં અધિકારીઓએ ધ્યાન ન આપતા યુવા કૉંગ્રેસે ઢોલ વગાડી અધિકારીઓના કાન ખોલવાનો પ્રયાસ કર્યો

સુરત :કોરોના વાઇરસનાં લોકડાઉન બાદ અનલૉક શરૂ થતા શાળા દ્વારા ઓનલાઇન અભ્યાસના નામે ફ્રીને લઈ વાલીઓ પર શાળા સંચાલકો દ્વારા સસત્ત દબાણ કરવામાં આવે છે ,અને આવી શાળા સામે ફરિયાદ કરવા છતાંય જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ પ્રકારના પગલાં નથી લેતા. તેવામાં આવા અધિકારીઓના કાને વાત પહોંચાડવા આજે જિલ્લા યૂથ કૉંગ્રેસના આગેવાનો દ્વારા ઢોલ વગાડીને જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસમાં જઈ વિરોધ નોંધવામાં આવ્યો હતો. યૂથ કૉંગ્રેસ ‘બહેરા’ થઈ ગયેલા સત્તાધીશોનો કાન ખોલવા માટે આજે ડીઈઓ કચેરીમાં ઢોલ વગાડ્યા હતા.

કોરોના મહામારી વચ્ચે સુરતની ખાનગી શાળા દ્વારા ઓનલાઇન અભ્યાસના નામે વાલીઓ પર સતત દબાણ આપીને ફીના ઉઘરાણા કરવાની સતત ફરિયાદ સામે આવી રહી છે. આ ફરિયાદ વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણઅધિકારીને કરવા છતાંય અધિકારી આ બાબતે ધ્યાન નથી આપતા. ત્યારે શાળા સંચાલકોની આ દાદાગીરીથી હેરાન થઈ ચૂકેલા વાલીઓનાં સમર્થનમાં આજે યૂથ કૉંગ્રેસ મેદાને આવી છે.

શાળાઓની ઉઘાડી લૂંટ સામે સુરત શહેરના વાલીઓ અને સંસ્થાઓ આંદોલન કરી રહ્યા છે તેમ છતાં DEO જાણે કે, વિધાર્થીઓનું હિત નેવે મૂકીને સંચાલકોના ખોળે બેસી ગયા હોય તેમ તેની બેધારી નીતિ ‘કાંઈ બોલવું નઈ ,કાંઈ સાંભળવું નઈ ,અને કાંઈ જોવું નઈ’ની નીતિ અપનાવાઈ રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

તેવામાં લોકોના હિત માટે અને ફરિયાદ કરવા છતાંય જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ પગલાં નહિ લેતા આજરોજ વાલીઓની વાત જિલ્લા શિક્ષણ અધિકારી કાને પહોંચે તે માટે DEOકચેરીએ યૂથ કૉંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઢોલક વગાડીને નારેબાજી કરવા અંગે યુથ કોંગ્રેસે કહ્યું કે DEO હાલ નિંદ્રામાં છે કોઈ પગલાં લેતા નથી જેથી અમે આ પ્રતિકાત્મક વિરોધ કર્યો છે.જોકે ત્યાર બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો આગામી દિવસ માં આ આંદોલન વધુ ઉજર બનાવ ની ચીમકી પણ આપવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here