સુરત : કપરાડાથી રોજ પાકિસ્તાન મોકલાવાતા 1500 કિલો ટામેટાં બંધ કરી દેવાયા

0
62

સુરતઃ પુલવામા હુમલા બાદ ભારતે જુદી જુદી રીતે પાકિસ્તાનનો વિરોધ કરવાનો શરૂ કર્યું છે. જેમાં વ્યાપારિક સંબંધ પણ સામેલ છે.  ખેડૂત અને વેપારીઓએ પાકિસ્તાનમાં ટમેટાં મોકલવાનું બંધ કરી દીધુ છે. જેમાં વલસાડ જિલ્લાના અંતરયાળ કપરાડા તાલુકામાં રોજના સરેરાશ 18 ટન ટમેટાનું ઉત્પાદન થાય છે. જેમાંથી અમદાવાદ અને મહારાષ્ટ્ર મારફતે 1500 કિલો ટમેટાં પાકિસ્તાન મોકલવામાં આવે છે. હાલ 1500 કિલો ટમેટાં પાકિસ્તાનમાં જતાં બંધ કરી દેવામાં આવ્યાં છે. કપરાડા વેપારી અને ખેડૂતોમાં પાકિસ્તાન સામે ભારે આક્રોશ છે.

3થી 4 ટન ટમેટા એક્સપોર્ટ થાય છે
વલસાડ જિલ્લાના અંતરયાળ કપરાડાના ગામોમાં રહેતાં ખેડૂતો શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. ખાસ કરીને લોકર, આંબા જંગલ ,પીપલખેડ, મારવડ, વાવવેડી સહિતના ગામોમાં ટમેટાંનું સૌથી વધારે ઉત્પાદન  થાય છે.  કપરાડા થી લઇ નાસિક બોર્ડ ર સુધીના ગામોમાં ટમેટાંનું સારુ ઉત્પાદન થાય છે. સરેરાશ 18 ટન ટમેટાંના ઉત્પાદન માંથી 60 ટકા માલ વલસાડ તથા આજુબાજુના વિસ્તારમાં વેચાણ કરવામાં આવે છે. જ્યારે 3થી 4 ટન માલ મહારાષ્ટ્ર અને અમદાવાદ મોકલી અન્ય દેશોમાં મોકલવામાં આવે છે.
ખેડૂતો-વેપારીઓમાં ભારે આક્રોશ
સ્થાનિક વેપારીઓના જણાવ્યાં મુજબ કપરાડાના (દોઢ ટન) 1500 કિલો ટમેટાં પાકિસ્તાનમાં પણ મોકલવામાં આવે છે, પરંતુ હાલ અમદાવાદ અને મહારાષ્ટ્રથી પાકિસ્તાનમાં જતો માલ બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી કપરાડાના 1500 કિલો ટમેટાં પણ પાકિસ્તાન જતાં બંધ થઇ ગયાં છે. આમ આંતકવાદી ઘટનામાં 40 જવાનો શહીદ થવાની ઘટના બાદ સ્થાનિક ખેડૂતો અને વેપારીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોટા વેપારીઓ જ પાક.માં માલ જવા દેતા નથી.
પાકિસ્તાનમાં માલ ન જવાથી અમે ખુશ
7000 છોડ ટમેટાં છે. સ્થાનિક માર્કેટની સાથે દેશ-વિદેશમાં ટમેટાં મોકલવામાં આવે છે. હું ખેડૂત છું . તાજેતરમાં 40 જવાનો શહીદ થતાં પાકિસ્તાનમાં ટમેટાંનો માલ જતો નથી. મોટા વેપારીઓ જ આગળ આવી પાકિસ્તાનમાં માલ જવા દેતાં નથી. આ નિર્ણયની સાથે અમે છે. પાકિસ્તાનમાં માલ ન જવાથી અમને ખુશી થઇ રહી છે.
– સોનિયાભાઇ કાશીરામભાઇ ગામિત, ફણસવાડા ફળિયા કપરાડા
કપરાડાના ટમેટાં પણ પાક.માં જતા અટકયા
કપરાડામાં ટમેટાંનો પાક સારો થાય છે. 3 થી 4 ટન ટમેટાં બહારના દેશોમાં મોકલવામાં આવે છે. જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. મોટા સેન્ટરોમાંથી ટમેટાં પાકિસ્તાન જતાં બંધ કરી દેવાયા છે. જેથી કપરાડાના ટમેટાં પણ પાકિસ્તાન જતાં અટકી ગયાં છે. સ્થાનિકો ખેડૂતો પણ ટમેટાં પાક.માં ન મોકલવવા આગળ આવી રહ્યાં છે.
– જીતુ ચૌધરી, એપીએમસી, કપરાડા
હાલ પાકિસ્તાનમાં ટમેટાં જતા નથી
8000 હજાર ટમેટાંના છોડ છે. રોજ એપીએમસીમાંથી મોટા વેપારી મુંબઇ અને અમદાવાદથી અન્ય દેશોમાં ટમેટાં મોકલે છે. પાકિસ્તાનમાં પણ મોકલતા હતા પણ  જવાનો પર હુમલા બાદ હાલ મોટા વેપારી પાક.માં માલ મોકલતાં નથી. – કાળુભાઇ  ધોરાટ ,ખેડૂત નીલોસી,કપરાડા
કપરાડાના ટમેટાં વિદેશ પહોંચે છે
કપરાડા નાનાપોંઢા એપીએમસીમાં ટમેટાં માટે જિલ્લાભરના વેપારીઓ આવે છે.  કપરાડાના ટમેટાં મુંબઇ અને અમદવાદથી વિદેશમાં જાય છે. જ્યાંથી પાકિસ્તાન સુધી ટમેટાં પહોંચે છે. કપરાડામાં ટામેટાનું ઉત્પાદન સારૂ થાય છે.
– મુકેશ જે.પટેલ, પ્રમુખ, APMC, નાનાપોંઢા
આકંડાકિય માહિતી
  • 2000 ખેડૂતો ટમેટા ખેતી કરે છે
  • 70 વેપારીઓ ટમેટા લેવા આવે છે
  • 50 ગામોમાં ટમેટાનું ઉત્તપાદન થાય છે
  • 30 ટકા માલ એકર્સપોર્ટ
  • 05 માસ સિઝન ચાલે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here