સુરત : કાપોદ્રામાં ઘર પર ડિશ ફિટ કરવા ગયેલા યુવકને કરંટ લાગતાં આખું શરીર દાઝી ગયું

0
18

સુરતઃકાપોદ્રા વિસ્તારમાં આવેલી સાગર સોસાયટીમાં ડિશ ફિટ કરવા ગયેલા યુવકને કરંટ લાગતાં દાઝી ગયો હતો. લસકાણા વચનામૃત એપાર્ટમેન્ટમાં રહેતો કિરીટ ગોકુલભાઈ ઠુંમર બપોરે સવા બાર વાગ્યા આસપાસ ડિશ ફિટ કરી રહ્યો હતો તે દરમિયાન પ્રચંડ કરંટ લાગ્યો હતો. જેથી તે 100 ટકા દાઝી ગયો હતો. આ અંગે 108 એમ્બ્યુલન્સ કોલ થતાં વરાછા લોકેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. પાયલોટ પુષ્પદાન અને ઈએમટી રાકેશ પરમારે પ્રાથમિક સારવાર આપીને યુવકને સ્મિમેર હોસ્પિટલ પહોંચાડ્યો હતો. યુવક પાસેથી મળેલા રોકડા રૂપિયા સહિતનો સામાન પરિવારજનોને સોંપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here