Monday, September 27, 2021
Homeસુરત : કાપોદ્રા ની ટ્રાવેલર્સ ની ઓફિસ માં ચાલતા જુગારધામ પર દરોડા,
Array

સુરત : કાપોદ્રા ની ટ્રાવેલર્સ ની ઓફિસ માં ચાલતા જુગારધામ પર દરોડા,

સુરતઃ કાપોદ્રામાં મરઘા કેન્દ્ર પાસે આવેલી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. અને 11 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસે બાતમી આધારે દરોડો પાડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે, કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે વડવાળા શોપિંગ સેન્ટરમાં જય માતાજી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં જુગાર રમાઈ રહ્યો છે. જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. અને 11 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારધામમાંથી રોકડા રૂપિયા અને 10 મોબાઈલ મળી 79,490નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાના રબારી પોતાની ઓફિસમાં જુગાર રમાડતો હતો. અને જુગાર રમવા દરમિયાન ઓફિસની બહાર પહેરો રાખતો હતો. પોલીસે તમામ જુગારીઓની ધરપકડ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments