સુરત : કેબલ સ્ટેઈડ બ્રિજ પર ડેકોરેશન માટે લગાવાયેલી 4.50 લાખની LED લાઈટની ચોરી

0
74

સુરતઃ સુરતનું નવલું નજરાણું કેબલ સ્ટેઈડ બ્રિજ પર ડેકોરેશન માટે લગાવાયેલી એલઈડી લાઈટ ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 4.50 લાખની લાઈટની ચોરી કરવામાં આવી હોવાની અરજી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

તપાસ કરતા લાઈટ ચોરી બહાર આવી

મળતી માહિતી પ્રમાણે, 2 ઓક્ટોબર 2018ના રોજ મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે તાપી નદીના અડાજણ-અઠવાલાઈન્સ વચ્ચે બનેલા કેબલ સ્ટેઈડ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના પહેલાં ટુ વે કેબલ સ્ટેઈડ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. રાત્રીના સમયે કેબલ બ્રિજના ભાગમાં ખાસ પ્રકારની અલગ અલગ કેપેસીટી ધરાવતી એલઈડી લાઈટ મૂકવામાં આવી છે. જોકે, બ્રિજ પર કેટલી લાઈટીંગનો કલર ન આવતો હોવાની ફરિયાદ ઉઠતા તપાસ કરવામાં આવી હતી. જેમાં 4.50 લાખની એલઈડી લાઈટ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી પાલિકા દ્વારા અડાજણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી.

જાળી કાપી ચોરી કરી

પાલિકા દ્વારા કરવામાં આવેલી અરજીમાં ચોરી કરનારે એલઈડી લાઈટના ફોક્સને જાળીમાં ફિટ કર્યા હતા તે જાળીને કાપીને ચોરી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે પોલીસે પાલિકાને આ લાઈટની કામગીરી સાથે સંકળાયેલા લોકોની માહિતી અને ચોરી થઈ ગઈ તે લાઈટના બિલ પણ માંગ્યા છે આ માહિતી બાદ પોલીસ ફરિયાદ નોંધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here