Saturday, August 13, 2022
Homeસુરત કોર્ટે જામીન રદ કર્યા બાદ અલ્પેશ કથિરીયાએ હાઈકોર્ટમાં અરજી કરી
Array

સુરત કોર્ટે જામીન રદ કર્યા બાદ અલ્પેશ કથિરીયાએ હાઈકોર્ટમાં અરજી કરી

- Advertisement -

સુરતઃ રાજદ્રોહના કેસમાં શરતોનો ભંગ થયાનું કહી સુરત પોલીસે અલ્પેશ કથિરીયાના જામીન સેશન્શ કોર્ટમાંથી રદ કરાવ્યાં હતાં. અલ્પેશ હજુ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આજે અલ્પેશના વકીલ યશવંતસિંહ વાળાએ કહ્યું હતું કે, અલ્પેશના જામીનેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. પાંચ સાત દિવસમાં અરજી બોર્ડ પર આવવાની શક્યતા છે.

અલ્પેશ કથીરિયા ના જામીનને લઈને હાઇકોર્ટમા અરજી દાખલ કરવામાં આવી અમારા વકીલ દ્વારા  અર્જન્ટ સર્ક્યુલેશન માટેની હાઇકોર્ટ માં રિક્વેસ્ટ કરતા કોર્ટ દ્વારા આ બાબતને ફગાવી દેવામાં આવી કે હાઇકોર્ટ ની અંદર જે પણ અરજી દાખલ થઇ છે તે અર્જન્ટ હોય છે આમાં એવી કોઈ અર્જન્ટ બાબત નથી.

અલ્પેશ કથિરીયાના જામીન રદ થયા બાદ સુરત પોલીસ અને ક્રાઈમ બ્રાંચ દ્વારા અલ્પેશની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. પરંતુ હજુ સુધી ભૂગર્ભમાં ઉતરી ગયેલા અલ્પેશને ઝડપાયો નથી. જેથી થોડા દિવસો પહેલા સુરત ક્રાઈમ બ્રાંચે રાજ્યની વિવિધ એજન્સીને અલ્પેશ વિરુધ્ધ કાગળ લખવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular