Tuesday, September 21, 2021
Homeસુરત : કોલેજીયન યુવકે તાપીમાં પડતું મુક્યું, મૃતદેહ મળ્યો
Array

સુરત : કોલેજીયન યુવકે તાપીમાં પડતું મુક્યું, મૃતદેહ મળ્યો

સુરતઃ એટીકેટીની પરિક્ષામાં સુપરવાઇઝરે 10 મિનિટ પહેલાં પુરવણી લઈ લેતા નાનપુરાના હતાશ વિદ્યાર્થીએ ગત રોજ અંબિકા નિકેતન પાછળ વોકવે પાસેથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે, ભરતીના પાણીમાં યુવકનો મોડે સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આજે ફરી ફાયરના જવાનોએ શોધખોળ હાથ ધરતા મૃતદેહ મળી આવ્યો હતો.

નાનપુરા કાદરશા ની નાળ અર્પણ એપાર્ટમેન્ટ ખાતે રહેતો દિપક પ્રભાત શેટ્ટી(ઉ.વ.20) જી.એન.પંડ્યા કોલેજ માં એસવાય બીકોમમાં અભ્યાસ કરે છે. મંગળવારે બપોરે દિપક તેની માતાની મેસ્ટ્રો મોપેડ લઈ અંબિકા નિકેતન ની પાછળ વોકવે ખાતે ગયો હતો અને ત્યાં મોપેડ પાર્ક કરી તેણે તાપીમાં ભરતીના પાણીમાં ઝંપલાવી દીધુ હતું. કોઈક રાહદારીની નજર પડતા તેણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. જેથી પોલીસ કંટ્રોલરૂમ માંથી ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભરતીના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, ભારે શોધખોળ બાદ પણ ગત રોજ મોડે સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આજે ફરી શોધખોળ હાથ ધરતા મૃતદેહ મળી આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments