સુરત / ખટોદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં હાજર થયેલા PSI અને કોન્સ્ટેબલને બે દિવસના રિમાન્ડ

0
40

  • CN24NEWS-15/06/2019
  • આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંગાતા, બે દિવસના મંજૂર
  • ભાગીને ક્યાં ગયા અને કોણે સપોર્ટ કર્યો તે મુદ્દે રિમાન્ડ મંગાયા

સુરતઃખટોદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં ફરાર સાત પોલીસકર્મીઓ પૈકી પીએસઆઈ અને એક કોન્સ્ટેબલ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતાં. જેને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે બે દિવસના એટલે કે 17મી તારીખ સાંજના ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.કસ્ટોડિયલ ડેથ કેસમાં સુરત પોલીસે ખટોદરા પોલીસના આરોપી પીઆઈ ખીલેરી, પીએસઆઈ ચૌધરી સહિત સાત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.હજુ છ આરોપી ફરાર છે.

વિવિધ મુદ્દે મંગાયા રિમાન્ડ

પોલીસે આરોપી પોલીસ કર્મીને કોર્ટમાં રજૂ કરતી વખતે આરોપીઓ આટલા દિવસ ક્યાં ક્યાં ભાગતા ફરતા હતા અને કોના સહયોગથી ફરતા હતા તે તપાસનો વિષય હોવાથી સાત દિવસના રિમાન્ડનો સમય માંગ્યો હતો. પરંતુ કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતાં.

ચહેરા ન છુપાવવા તકેદારી રખાઈ

ખટોદરા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ વખતથી જ આરોપીને ભાગી ગયા ત્યારે પોલીસ શંકાના દાયરામાં છે. ત્યારે આજે કોર્ટમાં આરોપીઓને રજૂ કરતી વખતે અને બહાર કાઢતી વખતે આરોપીઓ કેમેરામાં કેદ ન થઈ જાય અને ચહેરા સ્પષ્ટ ન દેખાય તેની તકેદારી રાખવામાં આવી હતી. સામાન્ય આરોપીઓ રૂમાલ આડે મોં સંતાડતા હોય છે જ્યારે આ આરોપી પોલીસકર્મીઓને ખાસ રૂમાલ બંધાયેલા હતા જે તડકાથી બચવા લોકો બાઈક પર પહેરે તેવા સફેદ રૂમાલમાંથી આરોપીઓની માત્ર આંખો જ દેખાતી અને ચહેરો છુપાઈ જાય તેવી વ્યવસ્થા કરવા દેવાઈ કે કરાઈ તેને લઈને ચર્ચાએ કોર્ટ પરિસરમાં જોર પકડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here