Tuesday, October 26, 2021
Homeસુરત : ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવનારા હિન્દુ મહાસભાના 8ની અટકાયત
Array

સુરત : ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવનારા હિન્દુ મહાસભાના 8ની અટકાયત

સુરતઃમહાત્મા ગાંધીજીની ગોળીઓ મારી હત્યા કરનારા નથુરામ ગોડસેને લઈને થોડા દિવસ પહેલા લોકસભાની ચૂંટણીમાં પણ ભારે વિવાદ થયો હતો. ત્યારે સુરતના લિંબાયતમાં નથુરામ ગોડસેની 109 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.લિંબાયત ખાતે અખિલ ભારતીય હિન્દૂ મહાસભા દ્વારા પંચમુંખી હનુમાનજીના મંદિર ખાતે 109 દિવા પ્રગટાવી અને 109 લાડુનો પ્રસાદ ધરાવી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગોડ્સેના જન્મ દિવસની ઉજવણીનો વિરોધ કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ પણ કર્યું હતું.

હત્યા નહીં વધ કરાયોઃ હિન્દુ મહાસભા

લિંબાયત વિસ્તારમાં ગુજરાત અખિલ ભારતીય હિન્દુ મહાસભાના યુવાઓ દ્વારા નાથુરામ ગોડસે ના 109માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ તબક્કે હિન્દુ મહાસભાના યુવા નેતા હિરેન મુશરાએ જણાવ્યું કે,ગોડશે એ ગાંધીની હત્યા કરી તે એક અલગ વાત છે.પરંતુ ગાંધીની જે નીતિ અને વિચારધારા હતી,તેના કારણે હિંદુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો.ગાંધીની અહિંસાવાળી નીતિનો નાથુરામ ગોડસેનો વિરોધ હતો.જેથી હિન્દુઓ પર થતા અત્યાચાર રોકવા તેમણે ગાંધીજીની હત્યા નહીં પરંતુ વધ કર્યો હતો.

લોકોમાં રોષની લાગણી

લિંબાયતમાં નથુરામ ગોડસેની થયેલી ઉજવણીને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ગાંધીજી અને ગોડસેને ચૂંટણી પ્રચારમાં બેફામપણે ઉપયોગમાં લીધા બાદ આ રીતે સુરતમાં થયેલી ઉજવણીને લઈને લોકોએ ફરી ગાંધીજીની હત્યા સાથે આ ઘટનાને સરખાવીને રોષ પ્રગટ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments