સુરત : ગોડાદરામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની હત્યા,

0
58

સુરતઃ ગોડાદરા વિસ્તારમાં આવેલા કલ્પના રો હાઉસ સોસાયટી નજીક બાઈક પર આવેલા અજાણ્યા ઈસમો દ્વારા એક યુવક પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી.

પોલીસે તપાસ હાથ ધરી

ગોડદરા વિસ્તારમાં આવેલા કલ્પના રો હાઉસ નજીક ઓટલા પર સોટુ પાટીલ નામનો યુવક ઓટલા પર બેઠો હતો. દરમિયાન અજાણ્યા ઈસમો બાઈક પર ઘસી આવ્યા હતા. અને ફાયરિંગ કરી દીધું હતું. જેમાં ગોળી સોટુના ગરદનના ભાગે ઘૂસી ગઈ હતી. જોકે, સોટુને ગોળી ઘૂસી જવા છતા બચવાનો પ્રયાસ કર્યો હતો. અને નજીકમાં આવેલા ઘર સુધી પહોંચી ગયો હતો. જોકે, ઘરના દરવાજા પર જ ફસડાઈ પડ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here