કામરેજ નજીક પટેલ ડેવલપર્સનાં નામે કમલેશ પીઠવડીવાળા, યોગેશ કોટડિયા અને ભરતભાઇ સહિત અન્ય બિલ્ડર દ્વારા છેતરપિંડી કરાઇ છે. સુરતમાં મકાન આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરાઇ છે. ત્યારે કાપોદ્રા પોલીસે પટેલ ડેવલપર્સના ત્રણેય બિલ્ડર્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ધરપકડ કરી છે.
સુરત (surat) માં મકાન આપવાના નામે લોકો સાથે છેતરપિંડી (fraud) કરાઇ છે. કામરેજ નજીક પટેલ ડેવલપર્સનાં નામે કમલેશ પીઠવડીવાળા, યોગેશ કોટડિયા અને ભરતભાઇ સહિત અન્ય બિલ્ડર દ્વારા છેતરપિંડી કરાઇ છે. 2014માં કામરેજ નજીક પટેલ મોડલ ટાઉનશીપ નામનો પ્રોજેક્ટ નાખી અને અસંખ્ય લોકોને મોટી જાહેરાતો બચાવી ફ્લેટમાં રોકાણ કરાવ્યું અને અંદાજે 164 રોકાણકારોના 3 કરોડ 26 લાખ 99 હજારથી વધુની રકમ લીધી હતી.
2017 સુધી ફ્લેટનો કબ્જો આપવાનું કહ્યું હતું પરંતુ હજુ સુધી ફ્લેટ ન મળતા લોકોએ ન્યાયની માંગ સાથે સુરત પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતાં અને આવેદન આપી કાર્યવાહીની માગ કરી હતી. ત્યારે કાપોદ્રા પોલીસે પટેલ ડેવલપર્સના ત્રણેય બિલ્ડર્સ (Builders) વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ધરપકડ કરી છે.
પ્રોજેક્ટને નામે ઉઘરાવાયા પૈસાઃ
કાપોદ્રા પોલીસમાં પટેલ મોડેલ ટાઉનશીપ પ્રોજેક્ટના નામે 2014નાં વર્ષથી અત્યાર સુધી સતત નિયમિત રીતે રૂપિયા ઉઘરાવવામાં આવતાં હતાં. ત્યારે લોકો પણ પોતાને ઘરનું ઘર મળે તે હેતુસર રૂપિયા ભરતા હતા પરંતુ સ્થળ પર કોઈ જ કામગીરી શરૂ ન થઈ હોવાંથી લોકોએ આ મામલે તપાસ શરૂ કરી ત્યારે તેમાં આ પ્રોજેક્ટમાં છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું હતું. જમીન હજુ પણ બિન ખેતીમાં છે તથા સાત બારની નકલ કઝાવતા જમીન ખેડૂતોનાં નામે અને બિલ્ડરોનાં નામે માત્ર સાટાખત થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી પોલીસે પટેલ ડેવલપર્સનાં ત્રણેય બિલ્ડરો સામે ગુનો નોંધીને ઝડપી તપાસ હાથ ધરી છે.