Tuesday, April 16, 2024
Homeગુજરાતસુરત જિલ્લા કલેકટરે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી

સુરત જિલ્લા કલેકટરે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી

- Advertisement -

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. વિધાનસભા સામાન્ય ચુંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે ધર્મપત્ની સાથે અઠવાલાઇન્સ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શાળા ક્રમાંક-૦૫માં ખાતે મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.

મતદાન કર્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે મતદાન કરવું એ આપણો અધિકાર છે, તેથી તમામ લોકોએ મતદાન કરી પોતાની ફરજ અદા કરવાની અપીલ કરી હતી.

સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાઓમાં ૨૫,૫૨,૯૦૫ પુરૂષ મતદારો તથા ૨૧,૯૪,૯૧૫ મહિલા મતદારો તથા ૧૬૦ અન્ય મતદારો મળી કુલ ૪૭,૪૫,૯૮૦ જેટલા મતદારો નોંધાયેલા છે, આ તમામ મતદારોએ શાંતિપુર્ણ મહોલમાં લોકશાહીના પર્વ ઉજવણી કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular