Home સુરત સુરત : ઝેવિયર્સ -લૂડ્ઝ કોન્વેન્ટમાં એડમિશનના નામે બ્યુટીપાર્લર સંચાલિકાએ 54 વાલી...

સુરત : ઝેવિયર્સ -લૂડ્ઝ કોન્વેન્ટમાં એડમિશનના નામે બ્યુટીપાર્લર સંચાલિકાએ 54 વાલી પાસેથી 40.50 લાખ ખંખેર્યા

0
41

સુરતઃ સ્કૂલે અમારી એજન્ટ તરીકે નિમણુંક કરી છે અમારે એડમિશન કરાવવાના છે એવું કહીને ઘોડદોડ રોડની સેન્ટઝેવિયર્સ અને લૂડ્ઝ કોન્વેન્ટ સ્કૂલમાં એડમિશન નામે ઠગ ટોળકીએ 54 વાલીઓ પાસેથી 40.50 લાખની રકમ ખંખેરી લીધી છે. એડમિશન માટે જ્યોતિએ વાલીઓને કહ્યું કે અત્યારે સ્કૂલમાં પરીક્ષા ચાલે છે, એડમિશનની કાર્યવાહી ચાલુ થઈ નથી એવા બહાના કાઢતી હતી. આખરે કંટાળીને વાલીઓ વરાછા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતો. જ્યા પોલીસે કાપડ દલાલ જતીનભાઈ નાકરાણીની ફરિયાદ ઠગ ટોળકીના મુખ્ય સૂત્રધાર પ્રતિક અને તેના પિતા હસમુખ દેવચંદ ડાવરીયા(બન્ને રહે,એપલ લકઝરીયા,વીઆઈપી સર્કલ,ઉત્રાણ) તથા બ્યુટી પાર્લર ચલાવતી જ્યોતિ પંકજ પટેલ(રહે,ગ્રીનપાર્ક સોસાયટી, ત્રિકમનગર સોસાયટી પાસે,વરાછા)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

જ્યોતિનો બ્યુટીપાર્લરની આડમાં એડમિશન વેપલો

વરાછા લંબે હનુમાન રોડ પર ત્રિકમનગરમાં જ્યોતિ પંકજ પટેલ બ્યુટી પાર્લર ચલાવે છે. બ્યૂટીપાર્લરમાં મેકઅપ કરાવવા માટે પૈસાદાર ઘરની મહિલાઓ આવતી હતી. આ મહિલાઓની પાસેથી પૈસા પડાવવા માટે જ્યોતિએ તેના બાળકોને સેન્ટઝેવિયર્સ અને લૂડ્ઝ કોન્વેન્ટ સ્કૂલમાં એડમિશન અપાવવાની વાત કરી હતી.

‘સ્કૂલે મને એડમિશન એજન્ટ બનાવી છે’

જ્યોતિ પટેલએ એક વિદ્યાર્થી દીઠ રૂપિયા 75,000 લઈને બાળકના ડોક્યુમેન્ટ વાલીઓ પાસેથી લીધા હતા. બાદમાં ફોર્મ ભરાવી સ્કૂલમાંથી મેસેજ આવશે એટલે તમારે સ્કૂલના નામનો ચેક આપી દેવાનો રહેશે એવું કહીને પૈસા પડાવ્યા હતાં

કઈ સ્કૂલોમાં કેટલા એડમિશન

  • સેન્ટ ઝેવિર્યસ-48
  • લુડ્ઝ કોન્વેન્ટ- 6

ક્યાં ધોરણમાં એડમિશન

  • 28 જુ.કે.જી
  • 18 સિ.કે.જી
  • 08 ધોરણ 8

વાલીઓ વરાછા પોલીસ મથકે પહોંચ્યા

વાલીઓએ લાખોની રકમની માંગણી કરી ત્યારે ચારેક દિવસ પહેલા જ્યોતિએ મામલો પ્રતિક અને તેના પિતા હસમુખ દેવચંદ ડાવરીયા પર ઘોળી દીધો હતો. પ્રતિક 4 દિવસથી ગાયબ છે, જ્યોતિએ જે રકમ લેતી હતી તે પ્રતીકને આપી દીધી હોવાનું વાલીઓને જણાવ્યું હતું.

આવી રીતૈ પૈસા આપવા નહીં

સ્કૂલમાં પ્રવેશ માટે કોઈ એજન્ટ રખાતા નથી. આવી રીતે સ્કૂલના નામે કોઈ વ્યકિત પૈસા માંગે તો આપવા નહી, આવા લોકોને કડક સજા થવી જોઈએ.
– સિસ્ટર બીન્દુ, પ્રિન્સીપાલ, લૂડ્ઝ કોન્વેન્ટ સ્કૂલ

એજન્ટોથી વાલીઓ દૂર રહે

અમારા નામે ફરતા એજન્ટોની અમને કોઈ જાણ નથી. આવા એજન્ટો વાલીઓએ દૂર રહેવું, શાળા પ્રવેશ માટે અમે વાલીઓને બોલાવી છીએ.  – ફાધર જેમ્સ, પ્રિન્સીપાલ, સેન્ટઝેવિયર્સ સ્કુલ

15મીએ હાજર થવા કહ્યું છે

આ ત્રણેયને નોટીસ આપી 15મી તારીખે સોમવારે સવારે 11 વાગ્યે પુરાવવા સાથે ત્રણેય જણાએ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું રહેશે. – એ.જી.સોલંકી, PI, વરાછા.પો.સ્ટે

પોલીસે અટક પણ ન કરી

પોલીસ સ્ટેશનમાં જ્યોતિ પટેલ અને હસમુખ ડાવરીયા હાજર હતા છતાં નિવેદનો લઈને જવા દીધા હતા. ગુનો દાખલ કર્યો છતાં પોલીસ અટક ન કરી.  – જતીન નાકરાણી, ભોગ બનનાર વાલી

 

Live Scores Powered by Cn24news