સુરત : ટેન્કર પર ચડેલા ડ્રાઈવર-ક્લિનરને હાઈ ટેન્શન લાઈનના કરંટથી એકનું મોત

0
28

સુરતઃસચિન GIDCમાં ટેન્કર પર ચઢેલા ડ્રાઇવર-ક્લીનરને હાઇ ટેન્શન લાઇનના કરંટ લાગ્યો હતો.પ્રચંડ કરંટના પગલે બે પૈકી ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. જ્યારે ક્લિનરને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

મંગળવારે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ મુંબઈથી કેમિકલ લઈને ટેન્કર સુરત સચિન GIDCમાં આવ્યું હતું. હાઇ ટેન્શન લાઇન નીચે ટેન્કર ઉભી રાખી ક્લીનર ટેન્કર પર ચઢવા જતા 66 વોલ્ટનો કરંટ લાગતા નીચે ફેંકાયો હતો.ડ્રાઇવર ઘટનાનું નિરીક્ષણ કરવા જતાં વીજ લાઇનના સંપર્કમાં આવતા જ મોતને ભેટ્યો હતો.ઉપરા ઉપરી બનેલી બન્ને ઘટના બાદ જોરદાર ધડાકાના અવાજ સાથે લોકો ભેગા થઇ ગયાં હતાં.પોલીસ દોડી આવતા વીજ લાઇન બંધ કરાવી કામગીરી હાથ ધરી હતી. ડ્રાઇવરના મૃતદેહને ટેન્કર પરથી નીચે ઉતારી અને ક્લીનરને તાત્કાલિક 108ની મદદથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સમગ્ર બનાવ અંગે સચિન પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here