સુરત ડાયમંડ બુર્સ નજીક સુપરવાઈઝરને ચપ્પુના ઘા મારી લૂંટ ચલાવાઈ

0
56

સુરતઃ  ખજોદ ખાતે સુરત ડાયમંડ બુર્સમાં કામ કરતા લેબર સુપરવાઈઝરને ચપ્પુના ઘા મારી લૂંટ ચલાવવામાં આવી હતી. નોકરી પરથી ઘરે જતા સમયે સુપરવાઈઝરને ત્રણેય જેટલા અજાણ્યા ઈસમોએ રોકી બેગ અને રૂપિયાની માંગણી કરી હતી. જોકે, સુપરવાઈઝરે આપવાની મનાઈ કરતા ચપ્પુના ઘા માર્યા હતા. હાલ સુપરવાઈઝરને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ચપ્પુ વડે હુમલો કર્યો

મૂળ વેસ્ટ બંગાળનો રહેવાસી જોનીકુમાર નિર્મણભાઈ ઘોષ ખેજાદ ખાતે આવેલા ડાયમંડ બુર્સમાં લેબર સુપરવાઈઝર તરીકે કામ કરે છે. જોનીકુમારે જણાવ્યું હતું કે, ગત રોજ તેના મામાનું વતનમાં અવસાન થયું હોવાથી રાત્રે નોકરી પતાવી નીકળ્યો હતો. દરમિયાન ડાયમંડ બુર્સ નજીક જ ત્રણ બાઈકસવારોએ ઘેરી લીધો હતો. અને બેગ, મેબાઈલ અને રૂપિયાની માંગણી કરી હતી. જોકે, ઈન્કરા કરતા ઝપાઝપી કરવા લાગ્યા હતા. દરમિયાન ત્રણ પૈકી એક ચપ્પુના ઘા મારવા લાગ્યો હતો. ત્યારબાદ ત્રણેય બે બેગ, મોબાઈલ અને 1 હજાર રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા.

લોહીલુહાણ હાલતમાં મળ્યો

ચપ્પુથી હુમલો કરવામાં આવતા જોનીકુમાર લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. સાથી કામદારોની નજર પડતા ખાનગી એમ્બ્યુલન્સમાં જોનીકુમાર સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં જોનીકુમારના છાતી, પીઠ, હાથ અને પગમાં પાંચ જેટલા ઘા મળી આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here