- Advertisement -
સુરતમાં હત્યાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રે શહેરના ડીંડોલી વિસ્તારમાં માનસી રેસિડન્સી નજીકથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.સુરતમાં છેલ્લા 2 મહિનામાં ડીંડોલીમાં થયેલી આ ચોથી હત્યા છે. તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહી છે.
આપને જણાવી દઈએ કે ડીંડોલી વિસ્તારમાં એક અજાણ્યા શખ્સની લાશ પડી હોવાનો પોલીસને ફોન આવ્યો હતો. આ ફોન બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી મરનાર યુવકનું નામ અભિષેક વામન વાનખેડે છે. મૃતક 19 વર્ષનો હતો અને સંચામાં કામ કરતો હતો.
પોલીસને ફોન આવ્યા બાદ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અભિષેકની ડેટ બોડીને ક્બ્લે લઇ ઓળખ કરાઈ હતી. મૃતકના પરિજનોને જ્યારે હત્યાની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી પડી હતી. પોલીસ હત્યાનું કારણ તપાસી રહી છે