સુરત : તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય, રાંદેરના ખલાસીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું

0
0

સુરતઃ તાપી નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસ અને જિલ્લામાં ભારે વરસાદના પગલે તાપી નદીમાં પાણીની આવકની સાથે જળકુંભી પણ તણાઈ આવી છે. જેના પગલે વોટર વર્કસના ઈન્ટેક વેલ્સમાં જલકુંભી ફસાઈ ગઈ છે. અને તંત્ર દ્વારા જળકુંભી દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં હવે લોકો પણ સાથ આપી રહ્યા છે. જહાંગીરપુરાના વોટર વર્કસના ઈનેટક વેલ્સમાં જળકુંભી ફસાઈ જતા રાંદેરના ખલાસીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું છે. જેમાં મોટી સંખ્યામાં ખલાસીઓ જોડાયા હતા.

પાણી પુરવઠો ખોરવાતા લોકોને હાલાકી

વોટર વર્કસના ઇન્ટેકવેલને જળકુંભી વીંટળાવવાથી પંપ-મશીનરી ચોકઅપ થયા છે. અને તાપી નદીમાંથી પાણી મેળવી શકાતું નથી. પાલિકાએ ઇન્ટેક વેલની ફરતે વીંટાયેલી જળકુંભી દૂર કરવાની કામગીરી કરી રહી છે. ઉધના, લિંબાયત, વેસુ-સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. કતારગામ અને કોટ વિસ્તારમાં પણ પાણી પુરવઠો ખોરવાતા લોકો હાલાકી ભોગવી રહ્યાં છે.

3 દિવસ સુધી પાણી ઓછા પ્રેશરે મળશે

પાલિકા દ્વારા શહેરને દરરોજ જે 1150 એમએલડી પાણી પુરુ પડાય છે. દૈનિક માંડ 700 થી 900 એમએલડી પાણી જ ટ્રીટ થતું હોય સમસ્યા ઉભી થઇ છે. કોઝ-વે ચાર દિવસથી ઓવરફ્લો જ ચાલી રહ્યો છે. હાઇડ્રોલિક ખાતાના કાર્યપાલક ઈજનેર ડી.સી.ભગવાકરે જણાવ્યું હતું કે, કાકરાપાર વિયરમાંથી પાણીનો ડીસ્ચાર્જ ચાલુ જ છે જેમાં પાણી સાથે જળકુંભી મોટા પ્રમાણમાં આવતી જ રહેતી હોય ઈન્ટેક વેલ્સની સફાઈ જારી છે. પંપ-બંધ કરવા પડતા હોય પાણીનો જથ્થો સતત મેળવી શકાતો નથી. વોટર વર્કસમાં ટ્રીટેડ પાણીના ઉત્પાદનમાં ઘટાડો થતાં 3 દિવસ સુધી પાણી ઓછા પ્રેશરે મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here