Sunday, February 25, 2024
Homeસુરત :ધોરણ 7ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોરમાર મારી જમણા હાથે ફ્રેક્ચર કરી દીધું
Array

સુરત :ધોરણ 7ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોરમાર મારી જમણા હાથે ફ્રેક્ચર કરી દીધું

- Advertisement -

સુરતઃ ભાઠેનાની ઉર્દૂ સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને શિક્ષકે જમણા હાથમાં લાકડી મારી દેતા વિદ્યાર્થીને ફ્રેક્ચર થઈ ગયું હતું. શિક્ષકે માર માર્યા બાદ વિદ્યાર્થીને હાથમાં અસહ્ય દુ:ખાવો થતા તેને સિવિલમાં ખસેડાયો હતો. બીજી બાજુ શિક્ષકે પરિવારને કહી દીધું કે ‘થાય તે કરી લો’.

હાથ ઉચકાતો ન હતો

ભાઠેના રજા નગર ખાતે રહેતો શેખ મોઇન કાલુ શેખ(ઉ.વ.14)ની માતાનું અવસાન થયા બાદ પિતાએ બીજા લગ્ન કરી લેતા નાનાને ત્યાં રહે છે. તેમજ ઘર નજીક આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉર્દૂ સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. બુધવારે સવારે મોઇન સ્કૂલે ગયો હતો. ત્યારે રિઝવાન નામના શિક્ષકે તેને પ્રશ્ન પુછયો હતો. જોકે પ્રશ્નનો જવાબ આપતા મોઈનને મોડુ થતા રિઝવાને તેની પાસેની લાકડી મોઈનના હાથ પર મારી દીધી હતી. ત્યાર બાદ સ્કૂલ છૂટ્યા બાદ ઘરે પહોંચેલા મોઈનથી હાથ ઉચકાતો ન હતો અને અસહ્ય પીડા થવાં માંડી હતી. જેથી માસુમ મોઈનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેઓ શિક્ષક સામે પોલીસ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

શિક્ષકે કહ્યું ‘થાય તે કરી લો’

મોઈનના નાના સલીમભાઈએ જણાવ્યું હતું કે, મોઈને શિક્ષકે માર મારતા દુ:ખાવો થતો હોવાનું જણાવતા હું સ્કૂલમાં રજૂઆત કરવા માટે ગયો હતો. ત્યારે શિક્ષકે મારી રજૂઆત સાંભળવાની જગ્યાએ મને તમારાથી થાય તે કરી લો એમ કહીં ત્યાંથી કાઢી મુક્યા હતા. મોઈનને અસહ્ય દુ:ખાવો થતો હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો છું. આ બાબતે શિક્ષક સામે ફરીયાદ નોંધાવીશ તેવું તેમણે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular