સુરત ના કતારગામ વિસ્તાર માં ચોકીદાર ચોર નથી ના બેનર લાગ્યાં

0
51

સુરતઃલોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. વડાપ્રધાનને કોંગ્રેસ દ્વારા ચોકીદાર ચોર હોવાનું કહેવાયું હતું. જેની સામે ભાજપના નેતાઓએ હું પણ ચોકીદારનું અભિયાન સોશિયલ મીડિયામાં ચલાવવામાં આવ્યું હતું. ત્યારે હવે સોશિયલ મીડિયાનું આ અભિયાન શેરીઓમાં આવ્યું છે. કતારગામ વિસ્તારમાં આવેલા આશ્રમ રોડ પરની લક્ષ્મીકાંત અને ભુલાભાઈ દેસાઈ પાર્ક સોસાયટીમાં ચોકીદાર ચોર નથીના બેનર લાગતાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું.

ચોકીદારની સાથે હોવાના લખાણ

સુરત કતારગામ વિસ્તાર ના રાશી સર્કલ પાસેની સોસાયટીમાં લાગેલા બેનરથી ભારે કુતૂહલ સર્જાયું છે. જેમાં લખાયું છે કે, ચોકીદાર તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. સાથે જ ભુલાભાઈ દેસાઈ પાર્ક કો.ઓપ.લિ. સોસાયટીના સભ્યો ચોકીદાર છીએ. જય હિન્દ..જય જવાન..જયકિસાન..આ બનેરમાં ભાજપ કોંગ્રેસ કોઈ પક્ષનો ઉલ્લેખ કરાયો નથી. પરંતુ ચોકીદાર વડાપ્રધાનને કહેવામાં આવતા હોવાથી આ સોસાયટી વડાપ્રધાન સાથે હોવાનું સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું.

સુરતના ઉમેદવાર જાહેર થયા નથી

ભાજપ દ્વારા અત્યાર સુધીમાં 15 જેટલા ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જો કે, હજુ સુધી સુરત માટેની સીટના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં સુરતના લોકોમાં ચૂંટણીને લઈને જોવા મળતી હલચલથી રાજકીય ગરમાવો આવ્યો છે. ઉમેદવારોની જાહેરાત બાદ ચૂંટણીનો માહોલ વધુ ગરમ થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.