Tuesday, September 21, 2021
Homeસુરત ના જહાંગીરપુરામાં બેગમાંથી નવજાત બાળકી મળી આવી
Array

સુરત ના જહાંગીરપુરામાં બેગમાંથી નવજાત બાળકી મળી આવી

સુરતઃ જહાંગીરપુરા વિસ્તારમાં પાર્થ ફાર્મ પાસેના સાંઈ પૂજન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા એક વડ નીચેથી એક બેગ મળી આવી હતી. જેમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. આજે(બુધવાર) બપોરે સખત ગરમીમાં એક રાહદારીને બાળકી રડવાનો અવાજ આવતો હતો. જેથી બેગ ખોલી તપાસ કરતા નવજાત બાળકી મળી આવી હતી. અને બેગમાંથી થાળી-વાટકા પણ મળી આવ્યા હતા. ત્યારબાદ 108ને જાણ કરવામાં આવતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

 

108ના ઈએમટી અલ્પેશ બિઢોણ અને પાયલોટ ઉદય દવે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને બાળકીની પ્રાથમિક તપાસ કરતા તંદુરસ્ત હોવાનું જણાયું હતું. દરમિયાન બેગની તપાસ કરતા 108 સાયણ લોકેશનની ગાડીની દર્દીની માહિતી ભરેલી સ્લીપ મળી આવી હતી. જેમાં દર્દીનું નામ નિશા આર. સોલંકી હતું. 22મીના રોજ જીવન રક્ષા હોસ્પિટલથી 108 સાયણની ગાડીમાં સગર્ભાને લઈને સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હોવાનો ઉલ્લેખ સ્લીપમાં કરવામાં આવ્યો છે. જેથી આ મહિલાએ બાળકી તરછોડી હોવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments