Monday, September 26, 2022
Homeસુરત ના પાંડેસરા માં વૃદ્ધ દંપતી નું શંકાસ્પદ મોત,
Array

સુરત ના પાંડેસરા માં વૃદ્ધ દંપતી નું શંકાસ્પદ મોત,

- Advertisement -

સુરતઃ ભેસ્તાનના દંપતીનું ઉલ્ટીઓ થયા બાદ રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. વૃદ્ધ દંપતીને ફુડ પોઈઝનની અસર થતા તેમનું મોત નિપજ્યું હોવાની પરિવારે શંકા વ્યકત કરી હતી. બીજી તરફ દંપતીએ કોઈ ઝેરી પદાર્થ પી આપઘાત કર્યો હોય તેવી શંકા વ્યક્ત કરાતા હાલ રહસ્ય ઘેરાયું છે.

ઉલટીઓ થયા બાદ મોત નિપજ્યું

ભેસ્તાન વૃંદાવન સોસાયટી ખાતે રહેતા શાંતીલાલ હજારીલાલ ઈન્દોરવાલા(67) નિવૃત્ત જીવન વિતાવતા હતા. ગઈ તા.15મીએ શાંતીલાભાઈ અને તેમની પત્ની સુશીલાબેન એક સંબંધીના ત્યાં પ્રસંગમાં જમવા માટે ગયા હતા. ત્યાંથી ઘરે પરત આવ્યા બાદ તેમની તબિયત લથડી ગઈ હતી અને ઉલ્ટીઓ થતી હતી. જેથી બન્નેએ પ્રાઈવેટ ક્લિનીકમાં દવા લઈ લીધી હતી. જોકે, ત્યારબાદ પણ તબીયતમાં સુધારો ન થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યારબાદ ગત 21મીએ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર કરનાર તબીબને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન સાંજે શાંતીલાલનું અને મોડી રાત્રે સુશીલાબેનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સ્મીમેર હોસ્પિટલ દોડી ગઈ હતી અને બન્નેના મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

હોજરીમાંથી મળેલા પદાર્થમાં દવાની દુર્ગંધ

પોસ્ટમોર્ટમ કરનાર ડો. દિપક ઘડીયાએ જણાવ્યું હતું કે મૃતકની હોજરીમાંથી મળેલા પદાર્થમાંથી દવાની દુર્ગંધ આવતી હોવાથી સેમ્પલ લીધા છે. આ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular