સુરત : પાંડેસરામાં સાત વર્ષની બાળકી પર મીલના કારીગરે દુષ્કર્મ આચર્યું

0
31

સુરતઃ પાંડેસરા વિસ્તારમાં એક સાત વર્ષની માસૂમ બાળકી પર મીલના કારીગર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. અને પોલીસ દ્વારા નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાંડેસરા વિસ્તારમાં રહેતી સાત વર્ષીય બાળકીને બે દિવસ પહેલાં મીલના કારીગર દ્વારા પેપ્સી આપવાની લાલચે રૂમમાં બોલાવી હતી. ત્યારબાદ જબરદસ્તી બદકામ આચરવામાં આવ્યું હતું. અને કોઈને કહ્યું છે તો ગળું દબાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી બાળકી બે દિવસથી ગુપચુપ થઈ ગઈ હતી. દરમિયાન આજે બાળકીના ગુપ્તાંગમાં દુઃખાવો થતા માતાએ પૂછપરછ કરી હતી. જેમાં બાળકીને દુષ્કર્મ થયાની હકીકત જણાવી હતી. અને માતા બાળકીને લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તબીબોને તમામ હકીકત જણાવી હતી. જેથી તબીબોએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. હાલ પાંડેસરા પોલીસ દ્વારા બાળકી અને તેની માતાનું નિવેદન નોંધવાની કામગીરી કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here