સુરત પાલિકાના દબાણ ખાતાના ગોડાઉનમાં આગ લાગતા 150 લારી-ગલ્લા બળી ગયા

0
27

સુરતઃ ઘોડદોડ રોડ ખાતે પાલિકાના દબાણ ખાતાના ગોડાઉનમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે ભારે અફડાતફડીમો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પરકાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ કાબુમાં આવે તે પહેલાં 150 જેટલા લારી-ગલ્લાઓ બળીને ખાખ થઈ ગયા હતા.

મળેલી માહિતી પ્રમાણે ઘોડદોડ રોડ ખાતે કરીમાબાદ સોસાયટી નજીકમાં પાલિકાના દબાણ ખાતાના ગોડાઉનમાં અઠવા ઝોનમાંથી દબાણ કરેલી 300થી 400 જેટલી જેટલા લારી-ગલ્લાઓ મૂકવામાં આવ્યા હતા. આજે દબાણ ખાતાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરવાથી લોકોમાં નાસભાગ થઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો દોડી ગયો હતો. ફાયર જવાનોએ ભારે જહેમત ઉઠાવ્યા બાદ 4 કલાકે કાબૂમાં આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. આ આગમાં કોઈ જાનહાની થઈ ન હતી પણ 100થી 105 જેટલા લારી-ગલ્લા બળી ગયા હતા.